કીર્તન મુક્તાવલી

સુંદરવર શણગાર કરીને સિંહાસન પર શોભે રે

૨-૯૦૨૮: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

સુંદરવર શણગાર કરીને, સિંહાસન પર શોભે રે;

 હરિવર કેરું રૂપ જોઈને, મુનિવરનાં મન લોભે રે... સુંદર꠶ ૧

છોગલિયાં ફૂલડાં કેરાં છાયાં, મોલીડાંને માથે રે;

 ફોરે ભમરા મતવાલા થઈ, ડોલે સાથે સાથે રે.. સુંદર꠶ ૨

કાજુ ભાલ તિલક કેસરનું, રૂડું રંગ ભરેલું રે;

 ભ્રકુટી નેણ નાસિકા ભાળી, તન કુરબાન કરેલું રે... સુંદર꠶ ૩

ગોળ કપોલ કર્ણ શુભ કુંડળ, હરિનું મુખડું હસતું રે;

 બ્રહ્માનંદ કહે તે જોઈને પળ, મન છેટે નથી ખસતું રે... સુંદર꠶ ૪

Sundarvar shaṇagār karīne sihāsan par shobhe re

2-9028: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Sundarvar shaṇagār karīne, sihāsan par shobhe re;

 Harivar keru rūp joīne, munivarnā man lobhe re... Sundar° 1

Chhogaliyā fūlḍā kerā chhāyā, molīḍāne māthe re;

 Fore bhamarā matvālā thaī, ḍole sāthe sāthe re.. Sundar° 2

Kāju bhāl tilak kesarnu, rūḍu rang bharelu re;

 Bhrakuṭī neṇ nāsikā bhāḷī, tan kurbān karelu re... Sundar° 3

Goḷ kapol karṇa shubh kunḍaḷ, Harinu mukhaḍu hasatu re;

 Brahmānand kahe te joīne paḷ, man chheṭe nathī khasatu re... Sundar° 4

loading