કીર્તન મુક્તાવલી

પે’રી નેપુર ચાલતા ઠમકે રે શોભે શ્રી ઘનશ્યામ

૨-૯૦૨૦: સદ્‍ગુરુ મંજુકેશાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પે’રી નેપુર ચાલતા ઠમકે રે, શોભે શ્રી ઘનશ્યામ,

કેડે કંદોરો ઘૂંઘરી ઘમકે રે, શોભે શ્રી ઘનશ્યામ... પે’રી

વેઢ વીંટી છે નંગ જડાવ રે, શોભે શ્રી ઘનશ્યામ,

હેમ બાજું છે ખૂબ બનાવ રે, શોભે શ્રી ઘનશ્યામ... પે’રી

પે’ર્યા કનક કડા બેઉં હાથે રે, શોભે શ્રી ઘનશ્યામ,

સોના સાંકળાં પેર્યા છે મારે નાથે રે, શોભે શ્રી ઘનશ્યામ... પે’રી

બેઉં કાનમાં કુંડળ લળકે રે, શોભે શ્રી ઘનશ્યામ,

ઉર મોતીની માળા ઝળકે રે, શોભે શ્રી ઘનશ્યામ... પે’રી

પે’રી સાંકળી ને સોનાના ડામ રે, શોભે શ્રી ઘનશ્યામ,

મંજુકેશાનંદના શ્યામ રે, શોભે શ્રી ઘનશ્યામ... પે’રી

Pe’rī nepur chālatā ṭhamake re shobhe Shrī Ghanshyām

2-9020: Sadguru Manjukeshanand Swami

Category: Murtina Pad

Pe’rī nepur chālatā ṭhamake re, shobhe Shrī Ghanshyām,

Keḍe kandoro ghūgharī ghamake re, shobhe Shrī Ghanshyām... Pe’rī

Veḍh vīṭī chhe nang jaḍāv re, shobhe Shrī Ghanshyām,

Hem bāju chhe khūb banāv re, shobhe Shrī Ghanshyām... Pe’rī

Pe’ryā kanak kaḍā beu hāthe re, shobhe Shrī Ghanshyām,

Sonā sākaḷā peryā chhe māre nāthe re, shobhe Shrī Ghanshyām... Pe’rī

Beu kānmā kunḍaḷ laḷake re, shobhe Shrī Ghanshyām,

Ur motīnī māḷā zaḷake re, shobhe Shrī Ghanshyām... Pe’rī

Pe’rī sākaḷī ne sonānā ḍām re, shobhe Shrī Ghanshyām,

Manjukeshānandnā Shyām re, shobhe Shrī Ghanshyām... Pe’rī

loading