કીર્તન મુક્તાવલી

આજ મેં તો દીઠા રે અલબેલો આવતા રે લોલ

૨-૭: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

આજ મેં તો દીઠા રે અલબેલો આવતા રે લોલ,

 ગિરિધર પ્રેમીજનને સંગ રે... ꠶ટેક

સુંદર મોળીડું રે શોભે શિર ઉપરે રે લોલ,

 જરકસી જામો પહેર્યો અંગ રે... ꠶ ૧

ફૂલડાંના તોરા રે ખોસ્યા બાઈ ખૂપમાં રે લોલ,

 ગજરા બાંધ્યા છે બેઉ હાથ રે... ꠶ ૨

ફૂલડાંના હાર રે હીંચે ઘણું હઈડે રે લોલ,

 નખશિખ શોભે છે ઘણું નાથ રે... ꠶ ૩

લટકંતા આવે રે લેવા મન માહરું રે લોલ,

 જોઈ જોઈ મોહી રહ્યું મારું ચિત્ત રે... ꠶ ૪

શું કરું સાહેલી રે ઘેલી થઈ (હું) ફરું રે લોલ,

 હૈયું તો રહ્યું નહિ મારે હાથ રે... ꠶ ૫

રસબસ થઈ રે બાઈ એના રૂપમાં રે લોલ,

 નીરખી નિષ્કુળાનંદનો નાથ રે... ꠶ ૬

Āj me to dīṭhā re Albelo āvtā re lol

2-7: Sadguru Nishkulanand Swami

Category: Shri Harina Pad

Āj me to dīṭhā re Albelo āvtā re lol,

 Giridhar premījanne sang re...

Sundar moḷīḍu re shobhe shir upare re lol,

 Jarkasī jāmo paheryo ang re... 1

Fūlḍā nā torā re khosyā bāī khupmā re lol,

 Gajrā bāndhyā chhe beu hāth re... 2

Fūlḍāṇā hār re hīnche ghaṇu haīḍe re lol,

 Nakhshikh shobhe chhe ghaṇu Nāth re... 3

Laṭkantā āve re levā man māhru re lol,

 Joī joī mohī rahyu māru chitt re... 4

Shu karū sāhelī re ghelī thaī (hu) faru re lol,

 Haiyu to rahyu nahi māre hāth re... 5

Rasbas thaī re bāī enā rūpmā re lol,

 Nīrkhī Nishkuḷānandno Nāth re... 6

loading