કીર્તન મુક્તાવલી

મને પ્યારી લાગે મૂર્તિ તમારી

૨-૫૮: નારાયણદાસ

Category: શ્રીહરિનાં પદો

મને પ્યારી લાગે મૂર્તિ તમારી

 ઘનશ્યામજી પ્યારી લાગે મૂર્તિ તમારી... ꠶ટેક

કુમકુમનો ચાંદલો છે ભાલે તિલક વચ્ચે,

 હાં રે તમે ભાળો ને ભ્રમણા ભૂલાયે... ઘનશ્યામ꠶ ૧

કાને કુંડળ હરિને માથે મુગટ શોભે,

 હાં રે કંઠે ધારી માણેક જડી માળા... ઘનશ્યામ꠶ ૨

જામો જરિયાની પહેર્યો સોનેરી સુરવાળ છે,

 હાં રે તમારી કેડે કસ્યો છે કંદોરો... ઘનશ્યામ꠶ ૩

મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં ચિત્ત દઈ,

 હાં રે જાય દાસ નારાયણ વારી... ઘનશ્યામ꠶ ૪

Mane pyārī lāge mūrti tamārī

2-58: Narayandas

Category: Shri Harina Pad

Mane pyārī lāge mūrti tamārī,

 Ghanshyāmjī pyārī lāge mūrti tamārī...

Kumkumno chāndlo chhe bhāle tilak vachche,

 Hā re tame bhāḷo ne bhramaṇā bhulāye... Ghanshyām 1

Kāne kunḍaḷ Harine māthe mugaṭ shobhe,

 Hā re kanṭhe dhārī māṇek jaḍī māḷā... Ghanshyām 2

Jām jariyānī paheryo sonerī sūrvāḷ chhe,

 Hā re tamārī keḍe kasyo chhe kandoro... Ghanshyām 3

Mūrtimā magna thaī charaṇomā chitt daī,

 Hā re jāy dās Nārāyaṇ vārī... Ghanshyām 4

Sadhu Madhurvadandas

loading