કીર્તન મુક્તાવલી

જય હો જય હો નીલકંઠ તમારો મહિમા અપરંપાર

૨-૩૬: અજાણ્ય

Category: શ્રીહરિનાં પદો

સાખી

તડિત ગગન મેં દમક રહી, કાનન ઘન અંધાર

કેસરી ગરજે મેઘ દરસ, બરસા મુસલધાર

મુખડું

જય હો જય હો નીલકંઠ તમારો મહિમા અપરંપાર

નેતિ નેતિ કરી શેષ શારદા વેદ ન પામે પાર... તમારો

અંતરો - ૧

શરીર ધર્યું તમે માનવનું પણ ચરિત્ર કર્યાં અવતારી

કરમાં માળા ચરણ-ઉઘાડા વેશ ધર્યો બ્રહ્મચારી

 શિર પર જટાજૂટ મન મોહે કેવળ કૌપીન ધારી

 એકલ પંડે વિચર્યા વનમાં સાત વરસ મોજાર... તમારો

એકતાલ

પર્વત કોતર અપાર, નદીઓ ઊંડી વિશાળ

નિર્ભય ત્યાં વર્ણિરાજ, વિચરે જન મોક્ષ કાજ

સાખી

સુરગણ નભમેં છાઈ રહે, કર લે ફૂલન હાર

નીલકંઠ પદ કરત હૈ, વંદન વારંવાર

મુખડું

વંદના... વંદના... વંદના... વંદના

શ્રી નીલકંઠ ચરણ કમલે કોટિ હજો વંદના

અંતરો - ૨

દિવ્ય ગુણાકર હે સુખસાગર અવતારી તમે અકળ હરિવર

હે અક્ષરપતિ પ્રગટ્યા ભૂતલ સાક્ષર મુક્ત લઈ કરુણાકર

 માયાનું તમ તિમિર ટાળો, ગીત વહે આનંદનાં

 વંદના...

મુખડું

જય હો જય હો જય જય હો

અંતરો - ૩

પ્રમુખ સ્વરૂપે વિચરો વર્ણી શક્તિ એ જ તમારી

બ્રહ્મચર્ય દૃઢ ભક્તિ સેવા સૌના મંગલકારી

અક્ષર અમને પ્રગટ મળ્યા પછી માયાનો શો ભાર... તમારો

Jay ho jay ho Nīlkanṭh tamāro mahimā aparampār

2-36: unknown

Category: Shri Harina Pad

Sākhī

Taḍit gagan me damak rahī, kānan ghan andhār

Kesrī garje megh daras, barsā musaldhār.

Mukhḍu

Jay ho jay ho Nīlkanṭh tamāro mahimā aparampār

Neti neti karī shesh shārdā Veda na pāme pār...

Antaro-1

Sharīr dharyu tame mānavnu paṇ charitra karyā avatārī

Karmā māḷā charan-ughāḍā vesh dharyo Brahmachārī

Shir par jaṭājūṭ man mohe kevaḷ kaupīn dhārī

Ekal panḍe vicharyā vanmā sāt varas mojār...

Ektāl

Parvat kotar apār, nadīo ūnḍi vishāḷ

Nirbhay tyā Varṇirāj, vichare jan moksha kāj

Sākhī

Surgaṇ nabhme chhāī rahe, kar le fūlan hār

Nīlkanṭh pad karat hai, vandan vāramvār

Mukhḍu

Vandanā... Vandanā... Vandanā... Vandanā

Shrī Nīlkanṭh charaṇ kamaḷe koṭī hajo vandanā.

Antaro-2

Divya guṇākar he sukhsāgar avatārī tame akaḷ Harivar,

He Aksharpati pragaṭyā bhutal sākshar mukta laī karuṇākar,

Māyānu tam timir ṭāḷo, gīt vahe ānandnā

Vandanā...

Mukhḍu

Jay ho jay ho jay jay ho...

Antaro-3

Pramukh swarūpe vicharo varṇī shakti e ja tamārī

Brahmcharya dradh bhakti sevā saunā mangalkārī,

Akshar amne pragaṭ maḷyā pachhī māyāno sho bhār... tamāro

loading