કીર્તન મુક્તાવલી

કેવી આ વિદાય રે અચરજ સૌને થાય રે

૨-૩૦૪૦: અજાણ્ય

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

(‘સંત પરમ હિતકારી’ નૃત્ય નાટિકાનાં કીર્તનો)

કેવી આ વિદાય રે, અચરજ સૌને થાય રે,

રાવજીની સંગાથે શાંતિ, હરખે-હરખે જાય રે...

આજ ચાણસદનો સિતારો, અષ્ટાચલની પાર ગયો,

સૂની થઈ ગઈ નગરી એનો, સોનાનો શણગાર ગયો,

યાદોની વણઝાર મૂકીને, છોડીને સંસાર ગયો,

 .... કેવી આ વિદાય રે... ૧

ઉંમર નાની ને ફૂલસમો પણ, વજ્જર શા અરમાનો છે,

દુઃખ નથી ફરિયાદ નથી ને, કોઈથી નથી રિસાણો એ,

જરા ઈશારો થાતા ચાલ્યો, કોલ જરૂર પૂરાણો છે,

 .... કેવી આ વિદાય રે... ૨

જલદી પહોંચી જવું ભાઈલી, પત્ર ભલો કાંઈ આવ્યો છે,

ઘનશ્યામ સ્વામી રાહ જુએ છે, સંદેશો મોકલાવ્યો છે,

શાસ્ત્રીજી મહારાજ લખે છે, બોચાસણ બોલાવ્યો છે,

 .... કેવી આ વિદાય રે... ૩

Kevī ā vidāy re achraj saune thāy re

2-3040: unknown

Category: Pramukh Swami Maharajna Pad

(‘Sant Param Hitkari’ Kirtans)

Kevī ā vidāy re, achraj saune thāy re

Rāvjīnī sangāthe Shānti, harkhe-harkhe jāy re...

Āj Chaṇsadno sitāro, astāchalnī pār gayo

Sūnī thaī gaī nagarī eno, sonāno shaṇgār gayo

Yādonī vaṇjhār mūkīne, chhoḍīne sansār gayo

 ... kevī ā vidāy re 1

Ummar nānī ne fūlsamo paṇ, vajjara shā armāno chhe

Dukh nathī fariyād nathī ne, koīthī nathī risāṇo e

Jarā īshāro thātā chālyo, kol jarur pūrāṇo chhe

 ... kevī ā vidāy re 2

Jaldī pahochī javu Bhāylī, patra bhalo kaī āvyo chhe

Ghanshyām Swāmī rāh jue chhe, sandesho moklāvyo chhe

Shāstrījī Mahārāj lakhe chhe, Bochāsaṇ bolāvyo chhe

 ... kevī ā vidāy re 3

loading