કીર્તન મુક્તાવલી

હરિ બોલ હરિ બોલ હરિ ભજનમાં મસ્ત થઈ ડોલ

૨-૩૦૩૯: અજાણ્ય

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

(‘સંત પરમ હિતકારી’ નૃત્ય નાટિકાનાં કીર્તનો)

હરિ બોલ, હરિ બોલ,

હરિના ભજનમાં મસ્ત થઈ ડોલ,

 હરિ ભજવાની આ તક અણમોલ, હરિ બોલ...

ધૂન ભજન ને કથા સાંભળે કેવો શાંતિલાલ,

સેવામાં શૂરો એના પર સૌને ઉપજે વ્હાલ,

ખબર છે અમને શાંતિલાલને ભક્તિ બહું ગમે,

ભજન ભક્તિ ને સેવા કરશું એની જેમ અમે,

ખબર છે અમને શાંતિલાલને ભક્તિ બહું ગમે,

શાંતિ જેવા ભક્ત થઈને બોલ હરિ બોલ,

  ... હરિ બોલ... ૧

ડોલે છે ઘેલો થઈને કેવો શાંતિલાલ,

નિત મંદિરમાં બોલે કીર્તન લઈ કરતાલ,

ખબર છે અમને શાંતિલાલને મંદિર બહું ગમે,

દોડી દોડી મંદિર જઈશું એની જેમ અમે,

ખબર છે અમને શાંતિલાલને મંદિર બહું ગમે,

શાંતિ જેવા ઘેલા થઈને બોલ હરિ બોલ,

  ... હરિ બોલ... ૨

ધ્રુવ પ્રહ્‌લાદ ને શ્રવણ સરીખો કેવો તપ કરનાર,

વ્રત ઉપવાસ કરે જાણે ઋષિ તણો અવતાર,

ખબર છે અમને શાંતિલાલને તપ ઉપવાસ ગમે,

વ્રત નિયમ ને તપ શિખીશું એની જેમ અમે,

ખબર છે અમને શાંતિલાલને તપ ઉપવાસ ગમે,

શાંતિ જેવા વીર થઈને બોલ હરિ બોલ,

  ... હરિ બોલ... ૩

એવામાં ઘટના બની, અતિ અણધારી એક,

ત્યાગ કરી સંસારનો, એ ચાલી નીકળ્યો છેક. ૧

વિસ્મય પામીને ઘણા, ગયા શાંતિને ઘેર,

મોતીભાઈને પૂછવા, કેમ આ કાળો કેર. ૨

Hari bol Hari bol Harinā bhajanmā mast thaī ḍol

2-3039: unknown

Category: Pramukh Swami Maharajna Pad

(‘Sant Param Hitkari’ Kirtans)

Hari bol, Hari bol,

Harinā bhajanmā mast thaī ḍol,

 Hari bhajvānī ā tak aṇmol, Hari bol...

Dhun bhajan ne kathā sāmbhaḷe kevo Shāntilāl,

Sevāmā shuro enā par saune upje vhāl.

Khabar chhe amne Shāntilālne bhakti bahu game,

Bhajan bhakti ne sevā karshu enī jem ame,

Khabar chhe amne Shāntilālne bhakti bahu game,

Shānti jevā bhakta thaīne bol Hari bol.

  ... Hari bol 1

Ḍole chhe ghelo thaīne kevo Shāntilāl,

Nit mandirmā bole kirtan laī kartāl,

Khabar chhe amne Shāntilālne mandir bahu game,

Doḍī doḍī mandir jaīshu enī jem ame,

Khabar chhe amne Shāntilālne mandir bahu game,

Shānti jevā ghelā thaīne bol Hari bol.

  ... Hari bol 2

Dhruv Prahlād ne Shravaṇ sarīkho kevo tap karnār,

Vrat upvās kare jāṇe ke rushi taṇo avatār,

Khabar chhe amne Shāntilālne tap upvās game,

Vrat niyam ne tap shikhīshu enī jem ame,

Khabar chhe amne Shāntilālne tap upvās game,

Shānti jevā vīr thaīne bol Hari bol.

  ... Hari bol, Hari bol 3

Evāmā ghaṭnā banī, ati aṇadhārī ek,

Tyāg karī sansārno, e chālī nīkaḷyo chhek. 1

Vismay pāmīne ghaṇā, gayā Shāntine gher,

Motībhāīne pūchhavā, kem ā kāḷo ker. 2

loading