કીર્તન મુક્તાવલી

સોનેકી છડી રુપેકી મશાલ જરિયાનકા જામા

૨-૩૦૧૪: સાધુ અક્ષરજીવનદાસ; સાધુ પ્રિયાદર્શનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

એય સોનેકી છડી, રુપેકી મશાલ,

જરિયાનકા જામા, મોતીનકી માલ,

કાને કુંડલ, માથે મુગટ,

 ખભે ખેસ, અંગે સોનેરી શણગાર,

કરુણાના સાગર, મહારાજાધિરાજ,

પૂર્ણ પુરુષોત્તમ નારાયણ,

 હરિકૃષ્ણ મહારાજને ઘણી ખમ્મા,

આજુ સે જુઓ, બાજુ સે જુઓ, નિગાહ રખિયો મહેરબાન.

રેલે રેલે શરણાયુંના સૂર, કે હૈયું હવે હાથ ના રહે,

વાગે ઢોલ ને રણકે નૂપુર, કે હૈયું હવે હાથ ના રહે,

મારે આંગણિયે આનંદના પૂર, કે હૈયું હવે હાથ ના રહે,

શ્રીજી સ્વામી પધાર્યા પુર, કે હૈયું હવે હાથ ના રહે...

હાલો હાલો ને જઈએ, ઉમંગમાં કે શ્રીજી શોભતા રે લોલ,

આવે આવે રે ભક્તોના વૃંદમાં કે મનડાં લોભતા રે લોલ,

હે... હોંશે હોંશે આવે રે ભક્તોને સંતો,

 નાચે કૂદે ને ગાયે પરમહંસો,

ઢોલ વાગે, તાંસા વાગે, વાગે શરણાઈ,

 ગીતો મંગલ ગાયે દેતા વધાઈ,

શોભે વ્હાલો માણકીની અસવારીએ,

 કે શ્રીજી શોભતા રે લોલ... હાલો.

આવી શ્રીજીની સવારી, સુંદર માણકી શણગારી,

છત્ર પાલખી સોનેરી, છત્ર ચામર સોનેરી,

ખમ્મા ખમ્મા કરે ભક્તો, હૈયે હોંશ અનેરી,

આ નયનોએ શ્રીજી દીઠા, એના દર્શન લાગે મીઠા,

વ્હાલો મુખ મલકે, સૌને સુખ અરપે,

એને હૈયેથી હેતના, અમી છલકે,

ઉમંગના ઓઘ વળ્યા, જન્મ મરણના ફેરા રે ટળ્યા,

 ... આવી શ્રીજીની ૨

આવે આવે રે ભક્તોના વૃંદમાં,

 કે પ્રમુખસ્વામી શોભતા રે લોલ,

ચારે કોર ડંકો બાજે રે, હો પ્રમુખસ્વામી તારા નામનો,

દશો દિશ મહિમા ગુંજે રે, હો પ્રમુખસ્વામી તારા નામનો,

 શાસ્ત્રીજી યોગીજીના લાડકવાયા રે,

 સત્સંગના કામ કીધા તમે સવાયા રે,

 ભવ સાગરમાં ડુબતા, તમે ઉગાર્યા રે,

 બ્રહ્મરૂપ કીધા ટાળીને માયા રે... ચારે કોર

દેવ આલા માઝા દેવ આલા,

માઝા મંદિરાત, આજ દેવ આલા,

સૌ જનને આજ, સુખ દેવાને કાજ,

આજ અવની ઉપર અવતરલા.

મારા દેવ મને આશિષ દો, સુખ શાંતિ હે દેવ અર્પો,

મારા દેવ મારું શેખર હો, તમે કરુણાના સાગર છો,

મારું એવું હો જીવન ગીત, ગૂંજે કણ કણમાં તારું સંગીત,

મારા દેવ મારા પ્યારા હે મીત, કરું તમસું આતમની પ્રીત,

તુજ ચરણોમાં વંદન હજારા, પહેરાવું હું ભક્તિની માલા,

પ્રમુખસ્વામી રૂપે દેવ આલા, આજ આનંદ મંગલ ઝાલા.

  ... દેવ આલા

 વ્હાલા તારા ગુણલા, પ્રેમે ગાઈએ,

 આ તન મન ધનથી, છબી ઉર ધારીએ,

 ત્રણે ભુવનમાં શ્રીજીના નામનો,

 ધ્વજ ફરકાવ્યો, ડંકો વગાડ્યો,

 સૌના જીવનમાં, શ્રીજી ને સ્વામીનો,

 મહિમા વધારી, જશ ફેલાવિયો,

 અક્ષર કોટિ પ્રાણ વારીએ... સ્વામી તારા

સ્વામી તુજ મુર્તિ, વાસરું ના ઉરથી, તમને પળ પળ સંભારુ,

ભવમાં બુડતા બાંહ્ય ગ્રહી તમે, હેત કર્યું શું અમ ન્યારું,

કલ્યાણકારી મૂર્તિ તમારી, હરતી અંતર અંધારું,

અક્ષર હરિવર પ્રગટ મળ્યા છો, કોટિ જીવતર ઓવારું.

Sonekī chhaḍī rupe kī mashāl jariyanka jāmā

2-3014: Sadhu Aksharjivandas; Sadhu Priyadarshandas

Category: Pramukh Swami Maharajna Pad

Ey sonekī chhaḍī, rupe kī mashāl,

jariyanka jāmā, motinki māl,

kāne kunḍaḷ, māthe mugaṭ,

  khabhe khes, ange sonerī shaṇgār,

karuṇana sāgar, Mahārājādhirāj,

Pūrna Purushottam Nārāyaṇ,

  Harikrishṇa Māhārāj ne ghaṇī khammā,

Āju se juo, bāju se juo, nigāh rakhiyo maherbān.

Rele rele sharaṇāyunā sūr, ke haiyu have hāth nā rahe,

Vāge dhol ne raṇke nūpur, ke haiyu have hāth nā rahe,

Māre āngaṇiye ānandnā pūr, ke haiyu have hāth nā rahe,

Shrījī Swāmī padhāryā pur, ke haiyu have hāth nā rahe...

Hālo hālo hālo ne jaīe, umangmā ke Shrījī shobhtā re lol,

Āve āve re bhaktonā vrundmā ke manaḍā lobhtā’re lol,

He... honshe honshe āve re bhaktone santo,

  Nāche kūde ne gāye paramhanso,

Ḍhol vāge, tānsā vāge, vāge sharaṇāī,

  Gīto mangal gāye detā vadhāī,

Shobhe vhālo Māṇkīnī asvārīe,

  Ke Shrījī shobhtā re lol... hālo.

Āvī Shrījīnī savārī, sundar Māṇkī shaṇgārī,

Chhatra pālakhī sonerī, chhatra chāmar sonerī,

Khammā khammā kare bhakto, haiye hosh anerī,

Ā nayanoe Shrījī dīṭhā, enā darshan lāge mīṭhā,

Vhālo mukh malke, saune sukh arpe,

Ene haiyethī hetnā, amī chhalke,

Umangnā ogh vaḷyā, janma maraṇnā ferā re ṭaḷyā.

  ... āvī Shrījīnī 2

Āve āve re bhaktonā vrundmā,

  Ke Pramukh Swāmī shobhtā re lol,

Chāre kor ḍanko baje re, ho Pramukh Swāmī tārā nāmno,

Dasho dish mahimā gunje re, ho Pramukh Swāmī tārā kāmno.

Shāstrījī Yogījīnā lāḍakvāyā re,

Satsangnā kām kīdhā tame savāyā re,

Bhav sāgarmā ḍūbatā, tame ugāryā re,

Brahmarūp kīdhā ṭāḷīne māyā re... chāre kor.

  Dev ālā mājhā dev ālā,

  Mājhā mandirāt, āj dev ālā,

  Sau janne āj, sukh devāne kāj,

  Āj avni upar avatarlā.

Mārā dev mane āshish do, sukh shānti he dev arpo,

Mārā dev māru shekhar ho, tame karuṇānā sāgar chho,

Māru evu ho jīvan gīt, gūnje kaṇ kaṇmā tāru sangīt,

Mārā dev mārā pyārā he mīt, karu tamsu ātamnī prīt,

Tuj charaṇomā vandan hajārā, paherāvu hu bhaktinī mālā,

Pramukh Swāmī rūpe dev ālā, āj ānand mangal jhālā.

    ... dev ālā

  Vhālā tārā guṇlā, preme gāīe,

  Ā tan man dhanthī, chhabī ur dhārīe,

  Traṇe bhuvanmā Shrījīnā nāmno,

  Dhvaj farkāvyo, ḍanko vagāḍyo,

  Saunā jīvanmā, Shrījī ne Swāmīno,

  Mahimā vadhāri, jash felāviyo.

  Akshar koṭī prāṇ vārīe... Swāmī tārā

Swāmī tuj mūrti, visaru na urthī, tamne paḷ paḷ sambhāru,

Bhavmā būḍtā bāy grahī tame, het karyu shu am nyāru.

Kalyāṇkarī mūrti tamarī, hartī antar andhāru,

Akshar Harivar pragaṭ maḷya chho, koṭi jīvatar ovaru.

loading