કીર્તન મુક્તાવલી

મંગલરૂપ તમારું હે સહજાનંદ સ્વામી

૨-૩૦૧૩: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

મંગલરૂપ તમારું, હે સહજાનંદ સ્વામી,

અંતરમાં હું ઉતારું, હે નારાયણસ્વરૂપ સ્વામી,

જય હો, જય હો, જય હો, ભુમંડલમાં તમારો જય હો...

સર્વકર્તા ને નિયંતા, શ્રીહરિ પરબ્રહ્મ છો,

ભક્તના છો તારણહાર, સર્વના સુખકંદ છો,

ઈન્દ્ર, ચંદ્ર, વરુણરાજ, સૂર્ય વાયુ દેવતા,

ભ્રુકૂટી ભંગે સર્વ ભમે, આજ્ઞા શિર ધારતા,

  ... મંગલરૂપ તમારું ૧

અનંત જીવો તારવા તમે અવતર્યા કરુણા કરી,

અનાદિ અક્ષરબ્રહ્મને સંગાથ લાવ્યા શ્રીહરિ,

હજુ પ્રમુખસ્વામી પદે નમન શત કોટી હજો,

આજના મંગલ દીને અમ હૃદય અર્ઘ્ય સ્વીકારજો,

  ... મંગલરૂપ તમારું ૨

ગુરુ શાસ્ત્રીજી યોગીજીના સ્નેહવારીના મીન તમે,

અંગ અંગ શ્રીજી ધાર્યા છે, બ્રહ્મમસ્તીમાં લીન તમે,

સુખમાત્ર તમે તુચ્છ કર્યાં, શું અર્પણ કરીએ ચરણોમાં,

અનંત માથાં દઈએ તોયે, ઋણી અમે તો ભવભવના,

દેહભાવ ને દોષ વિદારી, ટાળો સૌની ખામી,

અંતરમાં ઉતારો હે વ્હાલા પ્રમુખસ્વામી,

જય હો જય હો, તમારો જય હો, ભુમંડલમાં તમારો જય હો,

વાઓ વાયુ મધુ સર્વે દિશામાં, ગાયો સહું દુજે રે મધુર,

ફૂલે ઔષધીઓ મધુર સોહાયે, વહો સિંધુ મધુર મધુર,

પૃથ્વી સાગર, સૂર્ય ચંદ્ર, સર્વે તારાગણ મધુર મધુર,

અક્ષર પ્રગટો આ મૂર્તિ તમારી, મંગલ છાયો મધુર મધુર.

પ્રમુખ સ્વામીને વધાવો આજ, હૈયા હરખે છે,

પ્રમુખ સ્વામીના ગુણ ગાઓ આજ, મનડાં મલકે છે,

હે આંગણિયાં લીંપાવો આજ, ગંગા નીર છંટાવો આજ,

તોરણિયાં બંધાવો આજ, પ્રમુખસ્વામીને વધાવો આજ.

Mangalrūp tamāru he Sahajānand Swāmī

2-3013: Sadhu Aksharjivandas

Category: Pramukh Swami Maharajna Pad

Mangalrūp tamāru, he Sahajānand Swāmī,

Antarmā hu utāru, he Nārāyaṇswarūp Swāmī,

Jay ho, jay ho, jay ho, bhumanḍalmā tamāro...

Sarvakartā ne niyantā, Shrī Hari Parabrahma chho,

Bhaktanā chho tāraṇhār, sarvanā sukhkand chho,

Īndra, Chandra, Varuṇrāj, sūrya, vāyu devatā,

Bhrukūṭi bhange sarva bhame, āgnā shir dhārtā.

  ... mangal rūp tamāru 1

Anant jīvo tārvā tame avataryā karuṇā karī,

Anādi Aksharbrahmane sangāth lāvyā Shrī Hari,

Haju Pramukh Swāmī pade naman shat koṭī hajo,

Ājnā mangal dine am hraday arghya svīkārjo.

  ... mangal rūp tamāru 2

Guru Shāstrījī Yogījīnā snehvārinā mīn tame,

Ang ang Shrījī dhāryā chhe, brahmamastīmā līn tame,

Sukhmātra tame tuchchh karyā, shu arpaṇ karīe charaṇomā,

Anant māthā daīe, to ye ruṇī ame to bhavbhavnā,

Dehbhāv ne dosh vidārī ṭāḷo saunī khāmī,

Antarmā utāro he vhālā Pramukh Swāmī.

Jay ho jay ho, tamāro jay ho, bhumanḍalmā tamāro jay ho.

Vāo vāyu madhu sarve dishāmā, gāyo sahu duje re madhur

Fūle aushadhīo madhur sohaye, vaho sindhu madhur madhur,

Pruthvī sāgar, surya chandra, sarve tārāgaṇ madhur madhur,

Akshar pragaṭo ā murti tamarī, mangal chhayo madhur madhur.

Pramukh Swāmīne vadhāvo āj, haiyā harkhe chhe,

Pramukh Swāmīnā guṇ gāo āj, manaḍā malke chhe,

He āngaṇiyā līpāvo āje, Gangā nīr chhanṭāvo āj,

Toraṇiyā bandhāvo āj, Pramukh Swāmīne vadhāvo āj.

loading