કીર્તન મુક્તાવલી

ગુરુ ઋણ અદા કેમ કરીએ ગુરુ પ્રાણ અમે પાથરીએ

૨-૩૦૦૮: સાધુ પ્રિયદર્શનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

ગુરુ ઋણ અદા કેમ કરીએ, ગુરુ પ્રાણ અમે પાથરીએ,

પ્રમુખસ્વામી સદાય આપને, વંદન કરતા રહીએ...

ગુરુ ર્બ્રહ્મા, ગુરુ ર્વષ્ણુ, ગુરુ ર્દેવો મહેશ્વરહઃ

ગુરુ સાક્ષાત્ પરમબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમહઃ.

સર્જનહારા પાલનહારા આપ જ છો તારણહારા,

આપ મળ્યા અમે સઘળું પામ્યા, આપ જીવન આધારા,

સ્વામી! હરદમ નામ સુમરીએ ગુરુ પ્રાણ અમે પાથરીએ.

  ... ગુરુ ઋણ ૧

હાથ પસારી લીધા ખોળે, કીધા હેત અપાર,

નેણે વેણે પાયા અમૃત, લીધા ભવજળપાર,

કરુણાસિંધુ છલકે આજે, આનંદ વર્ષા વરસે આજે,

આવ્યા અંતરદ્વાર અમારે, આવ્યા અંતરદ્વાર,

આપ મળ્યા ગોવિંદ મળ્યા, ધન્ય ધન્ય અવતાર,

સ્વામી! સઘળું ચરણે ધરીએ, ગુરુ પ્રાણ અમે પાથરીએ.

  ... ગુરુ ઋણ ૨

આપ કૃપાએ અંતરતલમાં પ્રગટ્યા છે જે અજવાળા,

એ તેજના દીપ જલાવી હો, વધાવીએ અંતરયામી,

આપ કૃપાએ અંતરતલમાં પ્રગટ્યા છે જે અજવાળા,

સ્વામી! આયખું ઓવારીએ, ગુરુ પ્રાણ અમે પાથરીએ.

  ... ગુરુ ઋણ ૩

 શત શત દીપ જલાવીએ, આરતી ઉતારીએ,

 મન મંદિર શણગારીએ, આરતી ઉતારીએ,

 ધૂપ સુગંધ પ્રસારીએ, આરતી ઉતારીએ,

 સ્વામીને વધાવીએ, આરતી ઉતારીએ.

Guru ruṇ adā kem karīe guru prāṇ ame pātharīe

2-3008: Sadhu Priyadarshandas

Category: Pramukh Swami Maharajna Pad

Guru ruṇ adā kem karīe, guru prāṇ ame pātharīe,

Pramukh Swāmī sadāy āpne, vandan kartā rahīe...

Gurur Brahmā, gurur Vishṇu, gurur devo Maheshvaraha;

Guru sākshāt Parambrahma, Tasmai Shri gurave namaha.

Sarjanhārā, pālanhārā āp ja chho tāraṇhārā,

Āp maḷyā ame saghaḷu pāmyā, āp jīvan ādhārā,

Swāmī! Hardam nām sumarīe guru prāṇ ame pātharīe.

  ... guru ruṇ 1

Hāth pasārī līdhā khoḷe, kīdhā het apār,

Neṇe veṇe pāyā amrut, līdhā bhavjaḷpār,

Karuṇāsindhu chhalke āje, ānand varshā varse āje,

Āvyā antardvār amāre, āvyā antardvār,

Āp maḷyā Govind maḷyā, dhanya dhanya avatār,

Swāmī! Saghaḷu charaṇe dharīe, guru prāṇ ame pātharīe.

  ... guru ruṇ 2

Āp krupāe antartalmā pragaṭyā chhe je ajvāḷā,

E tejnā dīp jalāvī ho, vadhāvīe antaryāmī,

Āp krupāe antartalmā pragaṭyā chhe je ajvāḷā,

Swāmī! Āyakhu, ovārīe, guru prāṇ ame pātharīe.

  ... guru ruṇ 3

 Shat shat dīp jalāvīe, ārtī utārīe,

 Man mandir shaṇgārīe, ārtī utārīe,

 Dhup sugandh prasārīe, ārtī utārīe,

 Swāmīne vadhāvīe, ārtī utārīe.

loading