કીર્તન મુક્તાવલી

જય હો જય હો પ્રમુખસ્વામી તમારો મહિમા અપરંપાર

૨-૩૦૦૫: અજાણ્ય

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

જય હો જય હો જય હો,

જય હો જય હો પ્રમુખસ્વામી, તમારો મહિમા અપરંપાર,

નમીએ નારાયણરૂપ ધારી, તમારો જગમાં જય જયકાર,

  જય હો...

 વિશ્વવંદ્ય હે, ધર્મધુરંધર,

 ધર્મધજા ફરકાવી ઘરઘર,

 છલકાવ્યા ભક્તિના સરવર,

 પ્રગટાવ્યા હૃદિયામાં હરિવર,

 આતમરામ, પુરણકામ,

  જ્ઞાન તણા હે નંદાદીપ,

 રગરગમાં વિરાગ છલકે,

  હરિસમા એ ગુણાતીત,

 ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ,

  સદ્‍ગુણના ભંડાર,

 પરમ એકાંતિક દિવ્ય પુરુષ છો,

  કલ્યાણના કરનાર,

 તમારો જગમાં જય જયકાર... જય હો ૧

પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ

સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્

દિવ્ય અનાદિ શાસ્ત્ર સકલનો, આ સનાતન સાર,

પ્રભુ મળે કા, પ્રભુના ધારક, સંત મોક્ષનું દ્વાર.

સંત સ્વરૂપે આપ મળિયા, હરિ મળ્યા આ વાર,

 તમારો જગમાં જય જયકાર... જય હો ૨

  નારી નયણ શર જાહી ન લાગા,

  ઘોર ક્રોધ તમ નિશિ જેહિ જાગા,

  લોભ પાષ જેહિ ગર ન બંધાયા,

  સો નર આપ સમાન રઘુરાયા.

પ્રગટો પ્રગટ બ્રહ્મ હે ગુરુવર પ્રગટો,

પ્રગટો અમ અંતર હે ગુરુવર પ્રગટો,

પ્રગટો પ્રગટ બ્રહ્મ અમ અંતર જીવન સઘળું તીર્થ બને,

દિવ્ય તેજથી શોભિત હરિનું, ચેતનમય મંદિર બને.

આનંદના ઘંટારવ ગાજે, ચેતનમય મંદિરમાં,

મહિમાની નિત્ય ઝાલર બાજે, ચેતનમય મંદિરમાં,

પંચવ્રતોની આરતી રાજે, ચેતનમય મંદિરમાં,

આપ બિરાજો હરિ બિરાજે, ચેતનમય મંદિરમાં,

જય જયકાર, જય જયકાર, પ્રમુખસ્વામીનો જય જયકાર.

Jay ho jay ho Pramukh Swāmī tamāro mahimā

2-3005: unknown

Category: Pramukh Swami Maharajna Pad

Jay ho jay ho jay ho,

Jay ho jay ho Pramukh Swāmī, tamāro mahimā aparampār,

Namīe Nārāyāṇrup dhārī, tamāro jagmā jay jaykār,

jay ho...

  Vishvavandya he, dharmadhurandhar,

  dharma dhajā farkāvī gharghar;

  Chhalkāvyā bhaktinā sarvar,

  pragaṭāvyā hrudiyāmā Harivar.

  Ātamrām, puraṇkām,

  gnān taṇā he nandādīp;

  Ragragmā virāg chhalke,

  Harisamā e Guṇātīt.

  Dharma gnān vairāgya ne bhakti,

  sadguṇnā bhanḍār;

  Param ekāntik divya purush chho,

  kalyāṇnā karnār.

    Tamāro jagmā jay jaykār... jay ho 1

Prasangamajaram pāsham ātmanah kavayo viduhu;

Sa eva sadhushu kruto mokshadvāramapāvrutam.

Divya anādi shāstra sakalno, ā sanātan sār;

Prabhu maḷe kā, Prabhunā dhārak, sant mokshanu dvār.

Sant swarūpe āp maḷiyā, Hari maḷya ā vār;

Tamāro jagmā jay jaykār... jay ho 2

  Nārī nayan shar jāhī na lāgā,

  Ghor krodh tam nishi jehi jāgā;

  Lobh pāsh jehi gar na bandhāyā,

  So nar āp samān Raghurāyā.

Pragaṭo pragaṭ Brahma he guruvar pragaṭo;

Pragaṭo am antar he guruvar pragaṭo.

Pragaṭo pragaṭ Brahma am antar jīvan saghaḷu tīrth bane;

Divya tejthī shobhit Harinu, chetanmay mandir bane.

Ānandnā ghanṭārav gāje, chetanmay mandirmā,

Mahimānī nitya jhālar bāje, chetanmay mandirmā.

Panchvratonī ārtī rāje, chetanmay mandirmā,

Āp birājo Hari birāje, chetanmay mandirmā.

Jay jaykār, jay jaykār, Pramukh Swāmīno jay jaykār.

loading