કીર્તન મુક્તાવલી

સ્વામિનારાયણ ચરણકમલમાં લાખો નમન અમારા

૨-૩૦૦૪: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

સ્વામિનારાયણ ચરણકમલમાં લાખો નમન અમારા,

ગુણાતીત ગુરુ પ્રમુખ મળ્યા છે, મને ઉગારનારા...

શ્રી સહજાનંદ કરુણાસાગર, અવતારી તવ રૂપ ઉજાગર,

સંતસ્વરૂપે ભૂતલ વિચરો, પુરુષોત્તમ સાકાર પરાત્પર,

ધર્મ એકાંતિક આ બ્રહ્માંડે આપ જ છો ધરનારા... ૧

 

પ્રમુખસ્વામીના પગલે પગલે, દીપ શાંતિના પ્રગટે,

અનંત તીર્થો વસે ચરણમાં, સુખના સિંધુ છલકે,

દીન હીન આબાલવૃદ્ધ પર, અમી તમારું વરસે,

નેણે વેણે કરુણા કેરી, ગંગા-યમુના દરસે,

દોષ વાસના ટાળી અમને બ્રહ્મરૂપ કરનારા... ૨

 

અમે રહીએ દીન આધીન, પ્રસન્ન કરવાને,

ગુણ મહિમા ભક્તિમાં લીન, ભવજળ તરવાને,

ધરમ ચુકાય નહીં, ભક્તિ મુકાય નહીં,

નિયમ નિશ્ચય ને પક્ષ તજાય નહીં,

યોગી જેવા થઈએ, અર્પો આશિર્વાદ તમારા... ૩

 

સ્વામી તમે કીધા રે, પરમારથના કામ કાયા વાટીને,

સ્વામી તમે જીવ્યા રે, પળપળ પરને કાજ દુઃખડાં કાપીને,

તવ અનંત છે ઉપકાર, ગણતા પાર નહીં,

કરીએ વંદન કોટી હજાર, ઋણી તમારા રહી,

શા કરીએ સન્માન તમે તો ‘અક્ષર’માં વસનારા.. ૪

 

જેના પર પ્રમુખની દૃષ્ટિ પડી જાય તેને,

ભવ ભટકણ બધી, એ જ પળે ભાંગતી,

માયા અંધકાર હટી, જાય ઉર ઝળહળ,

ભક્તિ ને જ્ઞાનતણી, જ્યોત પરકાશતી,

પડે જ્યાં ચરણ એ તો, ધન્ય થાય રજકણ,

કોટિ કોટિ તીરથ, રચાય જેના નામથી,

‘અક્ષર’ પ્રમુખસ્વામી, જેને મળી જાય તેને,

કરે નિજ તુલ્ય જોડે, પ્રીત ઘનશ્યામથી.

Swāminārāyaṇ charaṇkamaḷmā lākho naman amārā

2-3004: Sadhu Aksharjivandas

Category: Pramukh Swami Maharajna Pad

Swāminārāyaṇ charaṇkamaḷmā lākho naman amārā;

Guṇātīt guru Pramukh maḷyā chhe, mane ugārnārā...

Shrī Sahajānand karuṇāsāgar, avatārī tav rūp ujāgar,

Santswarūpe bhutal vicharo, Purushottam sākār parātpar.

Dharma ekāntik ā brahmānḍe āp ja chho dharnārā... 1

 

Pramukh Swāmīnā pagle pagle, dīp shāntinā pragaṭe,

Anant tīrtho vase charaṇmā, sukhnā sindhu chhalke.

Dīn hīn ābālvruddh par, amī tamāru varse,

Neṇe veṇe karuṇā kerī, Gangā - Yamunā darse.

Dosh vāsanā ṭāḷī amne brahmarūp karnārā... 2

 

Ame rahīe dīn ādhīn, prasanna karvāne;

Guṇ mahimā bhaktimā līn, bhavjaḷ tarvāne.

Dharam chukāy nahi, bhakti mukāy nahi,

Niyam nischay ne paksh tajāy nahi.

Yogī jevā thaīe, arpo āshīrvād tamārā... 3

 

Swāmī tame kīdhā re, paramārathnā kām, kāyā vāṭīne,

Swāmī tame jīvyā re, paḷpaḷ parne kāj, dukhḍā kāpīne.

Tav anant chhe upkār, gaṇtā pār nahi,

Karīe vandan koṭi hajār, ruṇī tamārā rahī.

Shā karīe sanmān tame to ‘Akshar’mā vasnārā... 4

 

Jenā par Pramukhnī, drashṭi paḍī jāy tene,

Bhav bhaṭkaṇ badhī, ej paḷe bhāngtī,

Māyā andhkār haṭī, jāy ur jhaḷhaḷ,

Bhakti ne gnāntaṇī, jyot parkāshtī.

Paḍe jyā charaṇ eto, dhanya thāy rajkaṇ,

Koṭi koṭi tīrath, rachāy jenā nāmthī,

‘Akshar’ Pramukh Swāmī, jene maḷī jāy tene,

Kare nij tulya joḍe, prīt Ghanshyāmthī.

loading