કીર્તન મુક્તાવલી

સ્વામિનારાયણ નામની હો કંઠી છે ડોકમાં

૨-૨૩૫: સાધુ અક્ષરજીવનદાસ

Category: બાળ કીર્તનો

સ્વામિનારાયણ નામની હો, કંઠી છે ડોકમાં

સ્વામિનારાયણ નામની હો, માળા છે હાથમાં... ꠶ટેક

જૂઠું બોલાય નહિ, ખોટું લેવાય નહિ;

અવળું ચલાય નહિ હો, કંઠી છે ડોકમાં... સ્વામિનારાયણ꠶ ૧

ચોરી કરાય નહિ, કોઈને મરાય નહિ;

જ્યાં ત્યાં ખવાય નહિ હો, કંઠી છે ડોકમાં... સ્વામિનારાયણ꠶ ૨

પૂજા મૂકાય નહિ, નિયમ છોડાય નહિ;

સત્સંગ લજવાય નહિ હો, કંઠી છે ડોકમાં... સ્વામિનારાયણ꠶ ૩

પ્રમુખસ્વામીને, ક્યારેય વિસરાય નહિ;

ભક્તિ ભૂલાય નહિ હો, કંઠી છે ડોકમાં... સ્વામિનારાયણ꠶ ૪

Swāminārāyaṇ nāmnī ho kanṭhī chhe ḍokmā

2-235: Sadhu Aksharjivandas

Category: Bal Kirtan

Swāminārāyaṇ nāmnī ho, kanṭhī chhe ḍokmā;

 Swāminārāyaṇ nāmnī ho, māḷā chhe hāthmā...

Jūṭhu bolāy nahi, khoṭu levāy nahi;

 Avḷu chalāy nahi ho, kanṭhī chhe ḍokmā... Swā 1

Chorī karāy nahi, koīne marāy nahi;

 Jyā tyā khavāy nahi ho, kanṭhī chhe ḍokmā... Swā 2

Pūjā mukāy nahi, niyam chhoḍāy nahi;

 Satsang lajvāy nahi ho, kanṭhī chhe ḍokmā... Swā 3

Pramukh Swāmī ne, kyārey visrāy nahi;

 Bhakti bhulāy nahi ho, kanṭhī chhe ḍokmā... Swā 4

loading