કીર્તન મુક્તાવલી

અમે બાળ તારલા ટમટમતા ટમટમતા

૨-૨૩૪: સાધુ જ્ઞાનરત્નદાસ

Category: બાળ કીર્તનો

 અમે બાળ તારલા ટમટમતા ટમટમતા,

 પ્રમુખસ્વામી ચાંદો અમે ઝગમગતા તારા... ꠶ટેક

 ટમટમ, ટમટમ, ટમટમ, ટમટમ,

 ટમટમ, ટમટમ, ટમટમ, ટમટમ... અમે꠶ ૧

ઊંચેરી આકાશ નગરી સ્વામી અમારા રાજા,

તારલિયા સૌ બાળ અમે, જગમાં સૌને પ્યારા,

 ટમટમ, ટમટમ... અમે꠶ ૨

ટમટમતા તારલિયા અમે સ્વામી સંગે રમતા,

હળીમળી સૌ સાથે રે’તા, હૈયા હરખે હસતા,

 ટમટમ, ટમટમ... અમે꠶ ૩

મીઠાં મીઠાં ગીતો ગાતા, સૌની આંખે ગમતા,

ધ્રુવ જેવા તારા થઈને, સ્વામીને મનગમતા,

 ટમટમ, ટમટમ... અમે꠶ ૪

Ame bāḷ tārlā ṭamṭamtā ṭamṭamtā

2-234: Sadhu Gnanratnadas

Category: Bal Kirtan

Ame bāḷ tārlā ṭamṭamtā ṭamṭamtā,

Pramukh Swāmī chāndo ame jhagmagtā tārā,

Ṭamṭam, ṭamṭam, ṭamṭam, ṭamṭam,

 Ṭamṭam, ṭamṭam, ṭamṭam, ṭamṭam... ame 1

Uncherī ākāsh nagri Swāmī mārā rājā,

Tārliyā sau bāḷ ame, jagmā saune pyārā,

 Ṭamṭam, ṭamṭam... ame 2

Ṭamṭamtā tārliyā ame Swāmī sange ramtā,

Halīmaḷī sau sāthe re’tā, haiyā harkhe hastā,

 Ṭamṭam, ṭamṭam... ame 3

Mīthā mīṭhā gīto gātā, sauni ānkhe gamtā,

Dhruv jevā tārā thaīne, Swāmīne mangamtā,

 Ṭamṭam, ṭamṭam... ame 4

loading