કીર્તન મુક્તાવલી

અમે નાના નાના બાળ ખીલ્યા સ્વામીને બાગ

૨-૨૩૨: ઈન્દ્રજીત ચૌધરી

Category: બાળ કીર્તનો

અમે નાના નાના બાળ, ખીલ્યા સ્વામીને બાગ,

છીએ શ્રીજી તણી ફૂલમાળ, લેતા સ્વામી અમ સંભાળ... ꠶ટેક

અમ રંગબેરંગી ફૂલડાંઓમાં, સદ્‍ગુણોની ભાત,

અમ રંગબેરંગી કાયામાં ભાઈ સેવાની છે વાત,

સેવા કરશું સાતે વાર અમે નાના નાના બાળ... છીએ꠶ ૧

અમ રંગબેરંગી ફૂલડાંઓમાં, શ્રીજીનો છે વાસ,

અમ રંગબેરંગી પાંખડીઓમાં, સ્વામીની સુવાસ,

સ્વામી કરશું તમને પ્યાર, અમે નાના નાના બાળ... છીએ꠶ ૨

ઓ રંગબેરંગી પતંગિયાઓ, ચાલો સ્વામી પાસ,

અમ રંગબેરંગી મીઠા રસને ધરીએ સ્વામી પાસ,

ધરતાં નમીએ વારંવાર, અમે નાના નાના બાળ... છીએ꠶ ૩

Ame nānā nānā bāḷ khīlyā Swāmīne bāg

2-232: Indrajit Chaudhari

Category: Bal Kirtan

Ame nānā nānā bāḷ, khīlyā Swāmīne bāg,

Chhīe Shrījī taṇī fūlmāḷ, letā Swāmī am sambhāḷ...

Am rangberangī fūlḍāomā, sadguṇo nī bhāt,

Am rangberangī kāyāmā bhāī sevānī chhe vāt,

Sevā karshu sāte vār ame nānā nānā bāḷ... chhīe 1

Am rangberangī fūlḍāomā, Shrījīno chhe vās,

Am rangberangī pānkhaḍī mā, Swāmīnī suvās,

Swāmī karshu tamne pyār, ame nānā nānā bāḷ... chhīe 2

O rangberangī patangiyāo, chālo Swāmī pās,

Am rangberangī mīṭhā rasne dharīe Swāmī pās,

Dhartā namīe vāramvār, ame nānā nānā bāḷ... chhīe 3

loading