કીર્તન મુક્તાવલી

અમારા હૈયે રમે ઘનશ્યામ

૨-૨૨૮: સાધુ વિવેકપ્રિયદાસ

Category: બાળ કીર્તનો

અમારા હૈયે રમે ઘનશ્યામ અમે એની નગરીના રમતા રામ

રોજ સવારે સાંજે રાતે એકલા હોય કે સાથ

 મુખથી કરીએ એનું ગાન... ꠶ટેક

ધર્મપિતાએ કરી પરીક્ષા એ તો દડબડ દોડ્યા

પુસ્તક લીધું હાથે એણે તલવાર સિક્કો છોડ્યા

 એને થવું હતું વિદ્વાન

 એ તો થયા મહાવિદ્વાન... ꠶ ૧

મંદિરોના વાસી એને મંદિરોથી પ્રીત

રામકૃષ્ણ શિવ હનુમાનનાં ગમતાં મીઠાં ગીત

 જઈને સુણતા’તા એકતાન

 દેતા દર્શન સઘળે ઠામ... ꠶ ૨

ચઢી પીપળે દીઠું પશ્ચિમ ભક્તો જૂએ વાટ

કહ્યું બધાને જાવું મારે સુખ દેવાને કાજ

 એકલે છોડ્યા ઘર ને ગામ

 ચાલ્યા વનમાં નીલકંઠ નામ... ꠶ ૩

Amārā haiye rame Ghanshyām

2-228: Sadhu Vivekpriyadas

Category: Bal Kirtan

Amārā haiye rame Ghanshyām,

 ame enī nagarīnā ramtā rām,

Roj savāre sānje rāte eklā hoy ke sāth,

 Mukhthī karīe enu gān...

Dharmapitāe karī parīkshā e to daḍbaḍ doḍyā,

Pustak līdhu hāthe eṇe talvār sikkā chhoḍyā,

 Ene thavu hatu vidvān

 E to thayā mahāvidvān... 1

Mandironā vāsī ene mandirothī prīt,

Rām Krishṇa Shīv Hanumān nā gamtā mīṭhā gīt,

 Jaīne suṇtā’tā ektān

 Detā darshan saghaḷe ṭhām... 2

Chaḍhī pīpaḷe dīṭhu paschim bhakto jūe vāṭ,

Kahyu badhāne jāvu māre sukh devāne kāj,

 Ekle chhoḍyā ghar ne gām

 Chālyā vanmā Nīlkanṭh nām... 3

loading