કીર્તન મુક્તાવલી

વરકન્યાની જોડ બિરાજે રે

૨-૨૧૬: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: આવી અક્ષરવરની જાન

(કંસાર જમાડ્યાનું - બંને પક્ષ ગાઈ શકે)

વરકન્યાની જોડ બિરાજે રે, જોતાં કોટિ કામ છબી લાજે રે... ꠶ ૧

વાજે દેવનાં વાજાં અપાર રે, પરણે અખિલ ભુવનના આધાર રે... ꠶ ૨

બ્રહ્મા ઉચરે વેદ વચન રે, જય જયકાર થયો ત્રિભુવન રે... ꠶ ૩

ચારે ફેરા હરિસંગ ફરિયા રે, નારી જગના જીવણજીને વરિયા રે... ꠶ ૪

શોભે અખંડ અલૌકિક જોડ રે, માથે બત્રીશ ભમરીનો મોડ રે... ꠶ ૫

લાડો લાડી જમે રે કંસાર રે, જેનો નિગમ ન પામે પાર રે... ꠶ ૬

મુક્તાનંદ કહે મહાસુખકારી રે, એવાં ચરિત્ર કરે ગિરધારી રે... ꠶૭

Var-kanyānī joḍ birāje re

2-216: Sadguru Muktanand Swami

Category: Avi Aksharvarni Jan

(Kansār jamāḍyānu - banne pakṣh gāī shake)

Var-kanyānī joḍ birāje re, jotā koṭi kām chhabī lāje re... ° 1

Vāje devnā vājā apār re, parṇe akhil bhuvannā ādhār re... ° 2

Brahmā uchare Ved vachan re, jay jaykār thayo Tribhuvan re... ° 3

Chāre ferā Harisang fariyā re, nārī jagnā jīvaṇjīne variyā re... ° 4

Shobhe akhanḍ alaukik joḍ re, māthe batrīsh bhamrīno moḍ re... ° 5

Lāḍo lāḍī jame re kansār re, jeno nigam na pāme pār re... ° 6

Muktānand kahe mahāsukhkārī re, evā charitra kare Girdhārī re... °7

loading