કીર્તન મુક્તાવલી

રાય રે જીવન તારું શે’ર અતિ સાંકડું રે

૨-૨૧૧: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: આવી અક્ષરવરની જાન

(વરઘોડો આવે અને કન્યાપક્ષની સ્ત્રીઓ જાનને વધાવે ત્યારે વરપક્ષની જાનરડીઓ ગાય)

રાય રે જીવન તારું શે’ર અતિ સાંકડું રે,

 મારા હરિવરના હાથીડા ન માય રે,

 અક્ષરપતિ આવિયા રે... ꠶ટેક

રાય રે જીવન તારી બજાર્યું બહુ સાંકડી રે,

 રથ પાલખીને સાંકડ બહુ થાય રે... અક્ષરપતિ꠶ ૧

રાય રે જીવન તારી શેરી બહુ સાંકડી રે,

 મારા હરિવરના જાનૈયા ન માય રે... અક્ષરપતિ꠶ ૨

રાય રે જીવન તારી મેડી બહુ સાંકડી રે,

 મેડિયે અમર વેમાન અટકય રે... અક્ષરપતિ꠶ ૩

રાય રે જીવન તારો માંડવો બહુ સાંકડો રે,

 મારા હરિવરની જાનરડી ન માય રે... અક્ષરપતિ꠶ ૪

રાય રે જીવન તારે આંગણિયે ઊભા રહ્યા રે,

 ત્રિભોવનપતિ પરબ્રહ્મરાય રે... અક્ષરપતિ꠶ ૫

રાય રે નીરખીને નેણાં શીતળ થયાં રે,

 તન મન પ્રેમાનંદ વારી જાય રે... અક્ષરપતિ꠶ ૬

Rāy re jīvan tāru she’r ati sānkaḍu re

2-211: Sadguru Premanand Swami

Category: Avi Aksharvarni Jan

(Varghoḍo āve ane kanyāpakṣhnī strīo jānne vadhāve tyāre varpakṣhanī jānarḍīo gāy)

Rāy re jīvan tāru she’r ati sānkaḍu re,

 Mārā Harivarnā hāthīḍā na māy re,

 Akṣharpati āviyā re... °ṭek

Rāy re jīvan tārī bajāryu bahu sānkaḍī re,

 Rath pālakhīne sānkaḍ bahu thāy re... Akṣharpati° 1

Rāy re jīvan tārī sherī bahu sānkaḍī re,

 Mārā Harivarnā jānaiyā na māy re... Akṣharpati° 2

Rāy re jīvan tārī meḍī bahu sānkaḍī re,

 Meḍiye amar vemān aṭkay re... Akṣharpati° 3

Rāy re jīvan tāro mānḍavo bahu sānkaḍo re,

 Mārā Harivarnī jānarḍī na māy re... Akṣharpati° 4

Rāy re jīvan tāre āngaṇiye ūbhā rahyā re,

 Tribhovanpati Parabrahmarāy re... Akṣharpati° 5

Rāy re nīrakhīne neṇā shītaḷ thayā re,

 Tan man Premānand vārī jāy re... Akṣharpati° 6

loading