કીર્તન મુક્તાવલી

કોણ એ કોણ એ કોણ હશે?

૨-૨૦૦૭: સાધુ હરિચિંતનદાસ

Category: બાળ કીર્તનો

કોણ એ કોણ એ કોણ હશે?

મને આમ જીવાડતું કોણ હશે?... ꠶ટેક

રોજ સવારે વહેલા જગાડી

(મને કોણ જગાડે છે? ખબર નથી પડતી),

 આંખ ઉઘાડતું કોણ હશે? ૧ મને

પેટમાં બેસી ખાધું પચાવી

(ખાવાની બહું મજા આવી),

 લોહી બનાવતું કોણ હશે? ૨ મને

આખી દુનિયાનું નાનું ને મોટું

(1 2 5 6 7, A B C Q R),

 યાદ રખાવતું કોણ હશે? ૩ મને

રોજની રાતે મીઠું પોઢાડી

(હું તો સૂઈ જવાનો, તમે બી સૂઈ જાવ),

 થાક ઉતારતું કોણ હશે? ૪ મને

એ તો મારા ઘનશ્યામ, પ્યારા (૨) ઘનશ્યામ,

એ તો મારા ઘનશ્યામ, વહાલા (૨) ઘનશ્યામ...

Koṇ e koṇ e koṇ hashe?

2-2007: Sadhu Harichintandas

Category: Bal Kirtan

Koṇ e koṇ e koṇ hashe?

 Mane ām jīvāḍtu koṇ hashe?... °ṭek

Roj savāre vahelā jagāḍī

(Mane koṇ jagāḍe chhe? Khabar nathī paḍatī),

 Ākh ughāḍtu koṇ hashe? 1 mane

Peṭmā besī khādhu pachāvī

(Khāvānī bahu majā āvī),

 Lohī banāvtu koṇ hashe? 2 mane

Ākhī duniyānu nānu ne moṭu

(1 2 5 6 7, A B C Q R),

 Yād rakhāvtu koṇ hashe? 3 mane

Rojnī rāte mīṭhu poḍhāḍī

(Hun to sūī javāno, tame bī sūī jāv),

 Thāk utārtu koṇ hashe? 4 mane

E to mārā Ghanshyām, pyārā (2) Ghanshyām,

E to mārā Ghanshyām, vahālā (2) Ghanshyām...

loading