કીર્તન મુક્તાવલી

સ્વામી મારા છો તમે મને તમારા થાવું ગમે

૨-૧૯૬: સાધુ ભક્તિપ્રિયદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

સ્વામી મારા છો તમે

 મને તમારા થાવું ગમે... ꠶ટેક

જગની ખારાશ બધી જીવમાં ભરાઈ,

મારું ને તારું આ એવી અવળાઈ;

 હોય સાચું તે ખોટું કરે... મને꠶ ૧

સગા સંબંધી સર્વે સાચા મનાયા,

દેહ મૂકે થાય છૂટા છવાયા;

 એ તો સાથે ના એકે રહે... મને꠶ ૨

કામકાજ કરતાં તો નવરા ન થાયે,

સાગર તરંગ જેમ આવે ને જાયે;

 તેને આવાગમન ન ટાળે... મને꠶ ૩

‘ભક્તિ’ કરું છું નિત્ય નિષ્કામભાવે,

અંતર ધરું છું આપ બીજું ન ભાવે;

 સૌને બ્રહ્મરૂપ કરજો તમે... મને꠶ ૪

Swāmī mārā chho tame mane tamārā thāvu game

2-196: Sadhu Bhaktipriyadas

Category: Pramukh Swami Maharajna Pad

Swāmī mārā chho tame

 Mane tamārā thāvu game...

Jagnī khārāsh badhī jīvamā bharāī,

Māru ne tāru ā evī avḷāī;

 Hoy sāchu te khoṭu kare... mane 1

Sagā sambandhī sarve sāchā manāyā,

Deh mūke thāy chhuṭā chhavāyā;

 E to sāthe nā eke rahe... mane 2

Kāmkāj kartā to navrā na thāye,

Sāgar tarang jem āve ne jāye;

 Tene āvāgaman na ṭāḷe... mane 3

‘Bhakti’ karu chhu nitya nishkāmbhāve,

Antar dharu chhu āp bīju na bhāve;

 Saune brahmarūp karjo tame... mane 4

loading