કીર્તન મુક્તાવલી

મારા પૂણ્ય તણો નહિ પાર મળિયા શાસ્ત્રીજી મહારાજ

૨-૧૭૦૨૩: રસિકદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

મારા પૂણ્ય તણો નહિ પાર મળિયા શાસ્ત્રીજી મહારાજ (૨)

શાસ્ત્રીજી મહારાજ મારા હૈયા કેરા હાર.

 મારા પૂણ્ય તણો નહિ પાર... ૧

ગુર્જર દેશે મહેળાવ ગામે પ્રગટ્યા પૂરણકામ,

વિહારીલાલજીએ દીક્ષા આપી, યજ્ઞપુરુષ શુભ નામ.

 મારા પૂણ્ય તણો નહિ પાર... ૨

ભગતજીને રાજી કરીયા સેવા કરી અપાર,

પણ પોતે છે અનાદિ મુક્ત, શંકા નથી તલભાર.

 મારા પૂણ્ય તણો નહિ પાર... ૩

બ્રહ્મ અને પરબ્રહ્મ તણી શુદ્ધ ઉપાસનાને કાજ,

લાખોના મંદિર કરીને, ડંકો વગાડ્યો આજ.

 મારા પૂણ્ય તણો નહિ પાર... ૪

જે કોઈ ભાવે સેવા કરશે હૃદયે ધારી પ્રીત,

ભવસાગર સહેજે તરી જાશે, અક્ષરધામે ખચિત.

 મારા પૂણ્ય તણો નહિ પાર... ૫

મૂરતિ મનોહર નયણે નીરખી ભૂલી તન મન ભાન,

રસિકના સ્વામીને જોઈ, થઈ છું હું ગુલતાન.

 મારા પૂણ્ય તણો નહિ પાર... ૬

Mārā pūṇya taṇo nahi pār maḷiyā Shāstrījī Mahārāj

2-17023: Rasikdas

Category: Shastriji Maharajna Pad

Mārā pūṇya taṇo nahi pār maḷiyā Shāstrījī Mahārāj (2)

Shāstrījī Mahārāj mārā haiyā kerā hār.

  Mārā pūṇya taṇo nahi pār... 1

Gurjar deshe Maheḷāv gāme pragaṭyā pūraṇkām,

Vihārīlāljīe dīkṣhā āpī, Yagnapuruṣh shubh nām.

 Mārā pūṇya taṇo nahi pār... 2

Bhagatjīne rājī karyā sevā karī apār

Paṇ pote chhe anādi mukta, shankā nathī talbhār.

  Mārā pūṇya taṇo nahi pār... 3

Brahma ane Parabrahma taṇī shuddha upāsanāne kāj,

Lākhonā mandir karīne, ḍanko vagāḍyo āj.

  Mārā pūṇya taṇo nahi pār... 4

Je koī bhāve sevā karashe ṛudaye dhārī prīt,

Bhavsāgar saheje tarī jāshe, Akṣhardhāme khachit.

  Mārā pūṇya taṇo nahi pār... 5

Mūrati manohar nayaṇe nīrakhī bhūlī tan man bhān,

Rasiknā Swāmīne joī, thaī chhu hu gulatān.

 Mārā pūṇya taṇo nahi pār... 6

Sadhu Bhaktikirtandas

loading