કીર્તન મુક્તાવલી

ગુણાતીતકા ડંકા આલમ મેં બજવાયા વીર સ્વામીજીને

૨-૧૭૦૦૨: રસિકદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

શ્રીબોચાસણધામમાં સહું પ્રથમ, મંદિર મોટું કર્યું,

શ્રીસારંગપુરે અને ગોંડલે, અટલાદરે આદર્યું,

દુર્ગપુરે ગિરિ પર મહાપ્રભુ તણા, સંકલ્પ પૂરા કર્યા,

શાસ્ત્રીજી ગુરુએ ગુણાતીત તણા, ડંકા બજાવ્યા સદા,

ગુણાતીતકા ડંકા આલમ મેં, બજવાયા વીર સ્વામીજીને,

અતિશય શ્રમ વેઠી પ્રેમ ધરી, બજવાયા વીર સ્વામીજીને.

એક કોડી સ્વામી પાસ નહીં,

ભગતજીની આજ્ઞા શિરે ગ્રહી,

અતિ પ્રેમ કરી કર ઝોળી ગ્રહી... બજવાયા ૧

શુદ્ધ ઉપાસના સ્થાપી હામ ધરી,

લાખોના સુશોભિત મંદિરો કરી,

પધરાવ્યા સ્વામી શ્રીજી પ્રેમ કરી... બજવાયા ૨

કર્યું દિનરાત વિચરણ પ્રેમ કરી,

શુદ્ધ ઉપદેશ આપ્યો હામ ભરી,

કર્યા લાખો હરિજન ભાવ ધરી.. બજવાયા ૩

દાસ રસિક કહે શ્રીજી પ્રેમ કરી,

પ્રગટ વિચરે સ્વામીજી દ્વારે હરિ,

ગુણાતીત વાડી ખીલવી પૂરી... બજવાયા ૪

Guṇātītkā ḍankā ālam me bajvāyā vīr Swāmījīne

2-17002: Rasikdas

Category: Shastriji Maharajna Pad

Shrī Bochāsaṇdhāmmā sahu pratham, mandir moṭu karyu,

Shrī Sārangpure ane Gonḍale, Aṭladre ādaryu,

Durgpure giri par mahāprabhu taṇā, sankalp pūrā karyā,

Shastriji gurue Guṇātīt taṇā, ḍankā bajāvyā sadā.

Guṇātītkā ḍankā ālam me, bajvāyā vīr Swāmījīne,

Atishay shram veṭhī prem dharī, bajvāyā vīr Swāmījīne.

Ek koḍī Swāmī pās nahī,

Bhagatjīnī āgnā shire grahī,

Ati prem karī kar jhoḷī grahī... bajvāyā 1

Shuddh upāsanā sthāpī hām dharī,

Lākhonā sushobhit mandiro karī,

Padhrāvyā Swāmī Shrījī prem karī... bajvāyā 2

Karyu dinrāt vicharaṇ prem karī,

Shuddh updesh āpyo hām bharī,

Karyā lākho Harijan bhāv dharī... bajvāyā 3

Dās ‘Rasik’ kahe Shrījī prem karī,

Pragaṭ vichare Swāmijī dware Hari,

Guṇātīt vāḍī khīlvī pūrī... bajvāyā 4

loading