કીર્તન મુક્તાવલી

નારાયણસ્વરૂપને જોયા બીજું હવે શું રહ્યું જોવું

૨-૧૬૨: વનમાળીદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

નારાયણસ્વરૂપને જોયા બીજું હવે શું રહ્યું જોવું?

ચરણમાં ચિત્તડું ખોયું બીજું હવે શું રહ્યું ખોવું?... ꠶ટેક

લટકતા કૈંક ભવોભવથી લીધા તારી તમે સ્વામી,

મળ્યા જ્યાં મોક્ષના દાતા બીજે ક્યાં શીશ ઝુકાવું?... ૧

ભૂલાવ્યું ભાન દુનિયાનું જગાડી પ્રીત પૂરવની,

ગાવું છું ગુણાતીતને બીજું હવે શું રહ્યું ગાવું?... ૨

રહે છે રાતદિવસ યાદ વા’લા આપની ઉરમાં,

નથી મન રાચતું બીજે કહો દિલ ખોલી બતાવું... ૩

નારાયણસ્વરૂપ ચરણોમાં ધર્યું શિર દાસ વનમાળી,

નોબત જ્યાં વાગે નિર્ભયની પડે છે કાળને રોવું... ૪

Nārāyanswarūpne joyā bīju have shu rahyu jovu

2-162: Vanmalidas

Category: Pramukh Swami Maharajna Pad

Nārāyanswarūpne joyā bīju have shu rahyu jovu?

 Charaṇmā chittḍu khoyu bīju have shu rahyu khovu?...

Laṭaktā kaīk bhavobhavthī līdhā tārī tame Swāmī,

 Maḷyā jyā mokshanā dātā bīje kyā shīsh jhukāvu?... 1

Bhulāvyu bhān duniyānu jagāḍī prīt pūravnī,

 Gāvu chhu Guṇātītne bīju have shu rahyu gāvu?... 2

Rahe chhe rātdivas yād vā’lā āpnī urmā,

 Nathī man rāchtu bīje kaho dil khoḷī batāvu... 3

Nārāyanswarūp charaṇomā dharyu shir dās Vanmāḷī,

 Nobat jyā vāge nirbhaynī paḍe chhe kāḷne rovu... 4

loading