કીર્તન મુક્તાવલી

સ્વામિનારાયણ મહામંત્રની ઝળહળ જ્યોત જગાવો

૨-૧૪૦૦૨: અજાણ્ય

Category: પ્રકીર્ણ પદો

સ્વામિનારાયણાય નમઃ

સ્વામિનારાયણ મહામંત્રની, ઝળહળ જ્યોત જગાવો,

સ્વામિનારાયણ ગાવો, સ્વામિનારાયણ ગાવો,

 ભાન ભૂલી, ગુલતાન બની,

 એકતાર બની, એકતાન બની,

 મંગલ ધૂન મચાવો,

સ્વામિનારાયણ મહામંત્રની, મંગલ ધૂન મચાવો,

 ધરા ગગન ને કણકણમાં,

 હરજનમાં હરમનમાં,

 વિજય ધ્વજ ફરકાવો... સ્વામિનારાયણ

સ્વામિનારાયણ મહામંત્રનો, પ્રતાપ છાયો ત્રિભુવનમાં,

સ્વામિનારાયણ મહામંત્રથી, તાપ શમ્યા કંઈ જનમો જનમના,

સ્વામિનારાયણ મહામંત્ર આ, પાપ પ્રજાળે જીવતરમાં,

સ્વામિનારાયણ મહામંત્રથી, પ્રભાત ઉગ્યું ઘર ઘરમાં,

સ્વામિનારાયણ મંત્રસ્મરણથી, વિષય વહેમ ભગાવો.

  ... સ્વામિનારાયણ ૧

સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ,

સ્વામી તે ગુણાતીત સ્વામી, નારાયણ સહજાનંદ સ્વામી,

મૂળ અક્ષર ગુણાતીતાનંદ, પુરુષોત્તમ સહજાનંદ સ્વામી,

સર્વોપરી શ્રીહરિએ દીધી, ઉપાસનાની રીત નીરાળી,

ભગતજી મહારાજે સૌને, મંત્ર રટનની દિશ બતાવી,

શાસ્ત્રીજીએ મંદિર બાંધી, ઉપાસનાની ધુણી ધકાવી.

યોગીજીએ લાખો હૈયે, મહામંત્રની જ્યોત જગાવી,

ડંકા દીધા પ્રમુખજીએ, દેશ વિદેશે શાન વધારી.

સર્વોપરી આ મહામંત્રને અંતરમાં પ્રગટાવો.

ભાન ભૂલી, ગુલતાન બની, એકતાર બની, એકતાન બની.

 મંગલ ધૂન મચાવો.

સ્વામિનારાયણ મહામંત્રની, ઝળહળ જ્યોત જગાવો,

સ્વામિનારાયણ ગાવો, સ્વામિનારાયણ ગાવો,

  ... સ્વામિનારાયણ ૨

ધર્મધજા ફરકાવો આજ, સ્વામિનારાયણ નામની,

દશે દિશા ગુંજાવો આજ, સ્વામિનારાયણ નામની,

સર્વોપરી શ્રીહરિના ધારક, પ્રમુખસ્વામીનો એક જ સાર,

પાંદડે પાંદડે સ્વામિનારાયણ, મહામંત્ર ગજાવો આજ.

પરમ દિવ્ય આ મહામંત્રનો, મહિમા ગાવો અપરંપાર,

સ્વામિનારાયણ મહામંત્ર આ, સકલ શાસ્ત્રનો એક જ સાર.

પાવનકારી મહામંત્ર આ, કલ્યાણકારી મહામંત્ર આ,

કલ્યાણકારી મહામંત્ર આ, મંગલકારી મહામંત્ર આ,

અચરજકારી મહામંત્ર આ, મંગલકારી મહામંત્ર આ,

સર્વોપરી મહામંત્ર આ, ઉતારે ભવપાર,

સ્વામિનારાયણ મહામંત્રનો, જગમાં જય જયકાર,

સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ૩

Swāminārāyāṇ mahāmantranī jhaḷhaḷ jyot jagāvo

2-14002: unknown

Category: Prakirna Pad

Swāminārāyāṇāya namaha

Swāminārāyāṇ mahāmantranī, jhaḷhaḷ jyot jagāvo;

Swāminārāyāṇ gāvo, Swāminārāyāṇ gāvo.

  Bhān bhulī, gultan banī,

  Ektār banī, ektān banī,

  Mangal dhun machāvo,

Swāminārāyāṇ mahāmantranī, mangal dhun machāvo.

  Dharā gagan ne kaṇkaṇmā,

  Harjanmā harmanmā,

  Vijay dhvaj farkāvo...

    Swāminārāyāṇ.

Swāminārāyāṇ mahāmantrano, pratāp chhāyo tribhuvanmā,

Swāminārāyāṇ mahāmantrathī, tāp shamyā kaī janamo janamnā.

Swāminārāyāṇ mahāmantra ā, pāp prajāḷe jīvatarnā,

Swāminārāyāṇ mahāmantrathī, prabhāt ugyu ghargharmā.

Swāminārāyāṇ mahāmantrathī, prakāsh pāme antarmā,

Swāminārāyāṇ mantrasmaraṇthī, vishay vhem bhagāvo.

  Swāminārāyāṇ. 1

Swāmī ane Nārāyāṇ, Akshar ane Purushottam,

Swāmī te Guṇātīt Swāmī, Nārāyāṇ Sahajānand Swāmī.

Mūḷ Akshar Guṇātītānand, Purushottam Sahajānand Swāmī,

Sarvoparī Shrī Harie dīdhī, upāsanānī rīt nirāḷī.

Bhagatjī Mahārāje saune, mantra raṭannī dish batāvī,

Shāstrijīe mandir bāndhī, upāsanānī dhuṇī dhakhāvī.

Yogījīe lākho haiye, mahāmantranī jyot jagāvī,

Ḍankā dīdhā Pramukhjīe, desh videshe shān vadhārī.

Sarvoparī ā mahāmantrane antarmā pragaṭāvo,

Bhān bhulī, gultan banī, ektār banī, ektān banī.

Mangal dhun machāvo.

Swāminārāyāṇ mahāmantranī, jhaḷhaḷ jyot jagāvo,

Swāminārāyāṇ gāvo, Swāminārāyāṇ gāvo.

  Swāminārāyāṇ. 2

Dharmadhajā farkāvo āj, Swāminārāyāṇ nāmnī,

Dashe dishā gunjāvo āj, Swāminārāyāṇ nāmnī.

Sarvoparī Shrī Harinā dhārak, Pramukh Swāmīno ek ja sār,

Pāndaḍe pāndaḍe Swāminārāyāṇ, mahāmantra gajāvo āj.

Param divya ā mahāmantrano, mahimā gāvo aparampār,

Swāminārāyāṇ mahāmantra ā, sakal shāstrano ek ja sār.

Pāvankārī mahāmantra ā, kalyāṇkārī mahāmantra ā,

Kalyāṇkārī mahāmantra ā, mangalkārī mahāmantra ā,

Acharajkārī mahāmantra ā, mangalkārī mahāmantra ā.

Sarvoparī mahāmantra ā, utāre bhavpār,

Swāminārāyāṇ mahāmantrano, jagmā jay jaykār.

Swāminārāyāṇ, Swāminārāyāṇ, Swāminārāyāṇ. 3

loading