કીર્તન મુક્તાવલી

હિતકારી હરી રે સખી હિતકારી હરી

૨-૧૩૦૧૨: સદ્‍ગુરુ દયાનંદ સ્વામી

Category: લીલાનાં પદો

હિતકારી હરી રે સખી હિતકારી હરી,

 છપૈયામાં પોતે પ્રગટ્યા, હિતકારી હરી... ટેક

અક્ષરવાસી અલબેલાજી કરુણા કરી,

 ધર્મ ને ભક્તિ થકી, દુર્લભ દેહ ધરી... હિતકારી ૧

બાળસ્વરૂપ બનાવ્યું વાલે સૌને અનુસરી,

 મોહનજીનું મુખડું જોતા, નેણાં રે ઠરી... હિતકારી ૨

ભવ બ્રહ્માદિક જેવા જેને, ભજે પ્રેમ ભરી,

 કાળ કઠોર કહાવે તે તો, ભાગે દૂર ડરી... હિતકારી ૩

આશ્રિત જનનાં ટાળે વાલો, અંતરના અરિ,

 દયાનંદ કહે નિર્ભય થાવું, એ વાલો વરી... હિતકારી ૪

Hitkārī Harī re sakhī hitkārī Harī

2-13012: Sadguru Dayanand Swami

Category: Leelana Pad

Hitkārī Harī re sakhī hitkārī Harī,

 Chhapaiyāmā pote pragaṭyā, hitkārī Harī... ṭek

Akṣharvāsī albelājī karuṇā karī,

 Dharma ne Bhakti thakī, durlabh deh dharī... Hitkārī 1

Bāḷswarūp banāvyu vāle saune anusarī,

 Mohanjīnu mukhaḍu jotā, neṇā re ṭharī... Hitkārī 2

Bhav Brahmādik jevā jene, bhaje prem bharī,

 Kāḷ kaṭhor kahāve te to, bhāge dūr ḍarī... Hitkārī 3

Āshrit jannā ṭāḷe vālo, antarnā ari,

 Dayānand kahe nirbhaya thāvu, e vālo varī... Hitkārī 4

loading