કીર્તન મુક્તાવલી
જોગીએ ગોંડળને ગોકુળ બનાવિયું
૨-૧૧૮: કાગ બાપુ
Category: યોગીજી મહારાજનાં પદો
દોહા
ગોંડળ ગામમાં ને અક્ષરધામમાં યોગીબાપા બિરાજ્યા છે,
નિર્મળ ભક્તિ પ્રેમભાવના સાચા સાજ સજાવ્યા છે;
જ્ઞાનગંગ ત્યાં નિર્મળ વહેતી સૌને સ્નાન કરાવ્યા છે,
વાણી અમૃત પીવા હરિભક્તો સૌ દેશવિદેશથી આવ્યા છે.
જોગીએ ગોંડળને ગોકુળ બનાવિયું ગોકુળ બનાવિયું,
આ તો સોરઠના સાધુને ફાવિયું... ꠶ટેક
શોભે મંદિર ઊંચા ઊંચા માળિયા,
તેમાં આરસ પચરંગી ઢાળિયા રે... જોગીએ꠶ ૧
હરિ હેતે હસે છે હરદા થકી,
કાયમ રુદિયે વસે છે ભગતિ થકી રે... જોગીએ꠶ ૨
છોંતેર વરસે જોગી છે બાળસમો,
એની મૂરતિ મારાં દુઃખને દમો રે... જોગીએ꠶ ૩
આજે વામન વિરાટ જેવો લાગતો,
‘કાગ’ દર્શન કીધે ભ્રમ ભાંગતો રે... જોગીએ꠶ ૪
Jogīe Gonḍaḷne Gokuḷ banāvyu Gokuḷ banāvyu
2-118: Kaag Bapu
Category: Yogiji Maharajna Pad
Dohā
Gonḍaḷ gāmmā ne Akshardhāmmā Yogībapa birajya chhe,
Nirmaḷ bhakti prembhāvnā sāchā saj sajāvyā chhe;
Gnāngangā tyā nīrmaḷ vahetī saune snān karāvyā chhe,
Vāṇī amrut pīvā haribhakto sau deshvideshthī āvyā chhe.
Jogīe Gonḍaḷne Gokuḷ banāvyu Gokuḷ banāvyu,
Ā to Soraṭhnā sādhune fāviyu...
Shobhe mandir ūnchā ūnchā māḷiyā,
Temā āras pachrangī dhāḷiyā re... Jogīe 1
Hari hete hase chhe hardā thakī,
Kāyam rudiye vase chhe bhagati thakī re... Jogīe 2
Chhonter varse Jogī chhe bāḷsam,
Enī mūrti mārā dukhne damo re... Jogīe 3
Āje vāman virāt jevo lāgt,
‘Kāg’ darshan kīdhe bhram bhāngto re... Jogīe 4