કીર્તન મુક્તાવલી

રે’જો રે’જો રે’જો રે તમે સદાય સાથે રે’જો રે

૨-૧૦૮: સાધુ મહાપુરુષદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

રાગ: બાગેશ્રી

પદ - ૪

રે’જો રે’જો રે’જો રે તમે સદાય સાથે રે’જો રે;

હેત દેખાડી હૈયામાંથી કે’વું ઘટે તેમ કે’જો રે... ꠶ટેક

દોષ અમારા દૂર તે મૂકી, ગુણગ્રાહક ગુણ ગ્રે’જો રે;

અરજી અમારી અંતરજામી, સર્વે સાંભળી લેજો રે... રે’જો꠶ ૧

બાળક સરખી બોલી અમારી, સ્વામી તે સર્વે સે’જો રે;

નિશ્ચે તમારો પાકે પાકો દયા કરીને મુને દેજો રે... રે’જો꠶ ૨

અંતરજામી અંતવેળાએ ખબર મારી લેજો રે;

મહાપુરુષ તે તન મન વચનથી દાસ તમારો છે જો રે... રે’જો꠶ ૩

Re’jo re’jo re’jo re tame sadāy sāthe re’jo re

2-108: Sadhu Mahapurushdas

Category: Shastriji Maharajna Pad

Raag(s): Bageshri

Pad - 4

Re’jo re’jo re’jo re tame sadāy sāthe re’jo re;

 Het dekhāḍī haiyāmāthī ke’vu ghaṭe tem ke’jo re... °ṭek

Doṣh amārā dūr te mūkī, guṇ-grāhak guṇ gre’jo re;

 Arjī amārī antarjāmī, sarve sāmbhaḷī lejo re... Re’jo° 1

Bāḷak sarkhī bolī amārī, Swāmī te sarve se’jo re;

 Nishche tamāro pāke pāko dayā karīne mune dejo re... Re’jo° 2

Antarjāmī antveḷāe khabar mārī lejo re;

 Mahāpuruṣh te tan man vachanthī dās tamāro chhe jo re... Re’jo° 3

Jaydeep Swadia

loading