કીર્તન મુક્તાવલી

શ્યામ પધારો ઘનશ્યામ પધારો

૨-૧૦૧૪: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

હિંડોળા પર્વ (અષાઢ વદ ૨ - શ્રાવણ વદ ૨)

શ્યામ પધારો, ઘનશ્યામ પધારો,

 શ્યામ પધારો, ફૂલવાડીએ...

ફૂલડા ભરીને બાંધ્યો ફૂલ હિંડોળો,

 હરિવર હેતે ઝૂલાડીએ... શ્યામ ૧

પ્રીતડી કરીને બહુ પાક બનાવ્યા,

 જીવન જુગતે જમાડીએ... શ્યામ ૨

ફૂલોના હાર તોરા ગજરા પહેરાવીએ,

 ફૂલની પછેડી ઓઢાડીએ... શ્યામ ૩

પ્રેમાનંદ કહે ગાઈ ગુણ તમારા,

 તાલ મૃદંગ બજાડીએ... શ્યામ ૪

Shyām padhāro Ghanshyām padhāro

2-1014: Sadguru Premanand Swami

Category: Utsavna Pad

Hinḍoḷā Parva (Ashādh vad 2 to Shrāvaṇ vad 2)

Shyām padhāro, Ghanshyām padhāro,

 Shyām padhāro, fūlvāḍīe...

Fūlḍā bharīne bāndhyo fūl hinḍoḷo,

 Harivar hete jhulāḍīe... Shyam 1

Prītḍī karīne bahu pāk banāvyā,

 Jīvan jugate jamāḍīe... Shyām 2

Fūlonā hār torā gajrā paherāvīe,

 Fūlnī pachheḍī oḍhāḍīe... Shyam 3

Premānand ke’ gāī guṇ tamārā,

 Tāl mrudang bajāḍīe... Shyam 4

loading