કીર્તન મુક્તાવલી

સ્વામી શ્રીજીને પલ ના વિસારું રે

૧-૯૯૬: વલ્લભદાસ

Category: યોગીજી મહારાજનાં પદો

રાગ: ભૈરવ

સ્વામી શ્રીજીને પલ ના વિસારું રે,

 યોગી શરણ મેં લીધું તમારું... ꠶ટેક

રોમે રોમે શ્રીજી રહ્યા છે, યોગીદર્શનથી દુખડાં ગયાં છે,

 થયું અંતર ઉજ્જ્વળ અમારું રે... યોગી꠶ ૧

ડોલે યોગી બહુ હરખાતા, શ્રીજી મહિમા મુખથી ગાતા,

 સદા ભક્તોનું કરો રખવાળું રે... યોગી꠶ ૨

મહિમા સમજું સ્વામી પ્યારા, નિર્દોષ દેખું હું દાસ તમારા,

 રહે ચરન કમળમાં મન મારું રે... યોગી꠶ ૩

એક જ આશા છે સ્વામી તમારી, દાસ વલ્લભની વિનંતી સ્વીકારી,

 સદા તન મન તુજ પર વારું રે... યોગી꠶ ૪

Swāmī Shrījīne pal nā visāru re

1-996: Vallabhdas

Category: Yogiji Maharajna Pad

Raag(s): Bhairav

Swāmī Shrījīne pal nā visāru re,

 Yogī sharaṇ me līdhu tamāru...

Rome rome Shrījī rahyā chhe,

Yogīḍarshanthī dukhḍā gayā chhe,

 Thayu antar ujjvaḷ amāru re... Yogī 1

Ḍole Yogī bahu harkhātā,

Shrījī mahimā mukhthī gātā,

 Sadā bhaktonu karo rakhvāḷu re... Yogī 2

Mahimā samju Swāmī pyārā,

nīrdosh dekhu hu dās tamārā,

 Rahe charaṇ kamaḷmā man māru re... Yogī 3

Ek ja āshā chhe Swāmī tamārī,

das Vallabhnī vinantī svīkārī,

 Sadā tan man tuj par vāru re... Yogī 4

loading