કીર્તન મુક્તાવલી

સ્વામીની સેનામાં આવજો રે તમે આવજો રે

૧-૯૫૭: જયંતભાઈ ટાંક

Category: યોગીજી મહારાજનાં પદો

સ્વામીની સેનામાં આવજો રે, તમે આવજો રે,

 એના યોગીજી શૂરા સરદાર;

ભરતીમાં નામ નોંધાવજો રે, તમે આવજો રે,

 એના યોગીજી શૂરા સરદાર... ꠶ટેક

ધારી ધીરજની ઢાલ વા’લે, ત્યાગ તણી તલવાર,

કાળ ને માયા થરથર કંપે, ભક્તિ ભાલાથી અપાર,

 કેસરિયાં કરવાને આવજો રે,

 એના યોગીજી શૂરા સરદાર... સ્વામીની꠶ ૧

કંસ સરીખો ક્રોધને માર્યો, રાવણ સરીખો રાગ,

માન ઇર્ષ્યાનું કીધું કચુંબર, લગાડી લોભને આગ,

 થઈને મરજીવા તમે આવજો રે,

 એના યોગીજી શૂરા સરદાર... સ્વામીની꠶ ૨

શિયાળ સરીખાને સિંહ બનાવે, કાયરને બહાદુર,

શ્રદ્ધા ને સેવાના પાઠ પઢાવે, આપે અનુપમ નૂર,

 રંગે રંગાવાને આવજો રે,

 એના યોગીજી શૂરા સરદાર... સ્વામીની꠶ ૩

ખોળી ખોળીને મેં તો ખોળિયું, મળે જગમાં ન જોગીની જોડ,

નિઃશંક થઈને તમે આવજો, પૂરે ‘જયંત’ના સ્વામી કોડ,

 અર્પે અભયદાન આવજો રે,

 એના યોગીજી શૂરા સરદાર... સ્વામીની꠶ ૪

Swāmīnī senāmā āvjo re tame āvjo re

1-957: Jayantbhai Tank

Category: Yogiji Maharajna Pad

Swāmīnī senāmā āvjo re, tame āvjo re,

 Enā Yogījī shurā sardār.

Bhartīmā nām nondhāvjo re, tame āvjo re,

 Enā Yogījī shurā sardār...

Dhārī dhīrajnī dhāl vā’le, tyāg taṇī talvār,

 Kāḷ na māyā tharthar kampe, bhakti bhālāthī apār,

Kesariyā karvāne āvjo re,

 Enā Yogījī shurā sardār... Swāmīnī 1

Kans sarīkho krodhne māryo, Rāvaṇ sarīkho rāg,

 Mān īrshyānu kīdhu kachumbar, lagāḍī lobhne āg,

Thaīne marjīvā tame āvjo re,

 Enā Yogījī shurā sardār... Swāmīnī 2

Shiyāḷ sarīkhāne sinh banāve, kāyarne bahādur,

 Shradhhā ne sevānā pāṭh paḍhāve, āpe anupam nūr,

Range rangāvāne āvjo re,

 Enā Yogījī shurā sardār... Swāmīnī 3

Khoḷī khoḷīne me to khoḷīyu, maḷe jagmā na jogīnī joḍ,

 Nishank thaīne tame āvjo, pūre ‘Jayant’nā Swāmī koḍ,

Arpe abhaydān āvjo re,

 Enā Yogījī shurā sardār... Swāmīnī 4

loading