કીર્તન મુક્તાવલી

જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતાં

૧-૯૪૨: રણછોડદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

જે દુઃખ થાય તે થાજો રે, રૂડા સ્વામીને ભજતાં... ꠶ટેક

પિંડ પડે તોય પડવા રે દેજો,

 જીવ જાયે તો જાજો રે... રૂડા꠶ ૧

ઊંચે બાંધી નીચે અગ્નિ સળગાવે,

 માર મુશળનો ખાજો રે... રૂડા꠶ ૨

લોક નિંદે તો નિંદવા રે દેજો,

 રાજા દંડે તો દંડાજો રે... રૂડા꠶ ૩

હરિજનનો દાસ રણછોડ કહે છે,

 ગુણ ગોવિંદજીના ગાજો રે... રૂડા꠶ ૪

Je dukh thāy te thājo re rūḍā Swāmīne bhajtā

1-942: Ranchhoddas

Category: Shastriji Maharajna Pad

Je dukh thāy te thājo re, rūḍā Swāmīne bhajtā...

Pinḍ paḍe toy paḍvā re dejo,

 Jīva jāye to jājo re... rūḍā 1

Ūnche bāndhī nīche agni saḷgāve,

 Mār mushaḷno khājo re... rūḍā 2

Lok ninde to nindvā re dejo,

 Rājā danḍe to danḍājo re... rūḍā 3

Harijanno dās Raṇchhoḍ kahe chhe,

 Guṇ Govindjīnā gājo re... rūḍā 4

loading