કીર્તન મુક્તાવલી

નમન કરું શિર નામી જય જય યજ્ઞપુરુષ સુખકારી

૧-૯૩૭: રસિકદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

નમન કરું શિર નામી જય જય યજ્ઞપુરુષ સુખકારી;

જીવનદોરી હમારી જય જય યજ્ઞપુરુષ સુખકારી;

અંત સમયના બેલી જય જય યજ્ઞપુરુષ સુખકારી... ꠶ટેક

ગુર્જર દેશે મહેળાવ ગામે, પ્રગટ્યા પૂરણ ભાવ ધરી;

સંસાર સુખથી વૃત્તિ તોડી, શ્રીજીચરણમાં ચિત્ત ધરી;

માત પિતાને ત્યજીને ચાલ્યા, બ્રહ્મચર્ય વ્રતને ધારી... જય જય꠶ ૧

બાળપણમાં દીક્ષા લીધી, વિહારીલાલને મન ભાવી;

ભગતજીને રાજી કરિયા, સેવા કરીને શિર નામી;

પણ પોતે છે અનાદિ મુક્ત, અક્ષરધામના વાસી... જય જય꠶ ૨

સ્વામી ગુણાતીત અનાદિ અક્ષર, શ્રીહરિ એક સહજાનંદજી;

બ્રહ્મ અને પરબ્રહ્મ તણી એ, યુગલ ઉપાસના પ્રગટાવી;

મોક્ષ તણો એ આદેશ અર્પ્યો, લાખોને હિતકારી... જય જય꠶ ૩

બોચાસણ સારંગપુર ગોંડલ અટલાદરા મહામંદિરો કરી;

અક્ષર પુરુષોત્તમ પધરાવી, જગમાં જય જયકાર કરી;

જન કલ્યાણે વિચરે આજે, અખંડ શ્રીજીને ધારી... જય જય꠶ ૪

જે કોઈ જન આ સ્વામીજીની, સેવા કરશે શિર નામી;

ભવસાગર સહેજે તરી જાશે, અક્ષરધામમાં સુખકારી;

સ્વામી હમારા દયાના સાગર, ભક્તો તણા ભયહારી... જય જય꠶ ૫

વૃદ્ધ છતાં પણ દિનરાત વિચરે, દેહ તણી પરવા ન જરી;

ભક્તોને અક્ષય સુખ અર્પે, મોક્ષ તણા અધિકારી કરી;

જુગજુગ જીવો સ્વામી હમારા, યાચે રસિક શિરનામી... જય જય꠶ ૬

Naman karu shir nāmī jay jay Yagnapurush sukhkārī

1-937: Rasikdas

Category: Shastriji Maharajna Pad

Naman karu shir nāmī jay jay Yagnapurush sukhkārī;

Jīvandorī hamārī jay jay Yagnapurush sukhkārī;

 Ant samaynā belī jay jay Yagnapurush sukhkārī...

Gurjar deshe Maheḷāv gāme, pragaṭyā pūraṇ bhāv dharī;

 Sansār sukhthī vrutti toḍī, Shrījīcharaṇmā chitt dharī;

Māt pitāne tyajīne chālyā,

 brahmacharya vratne dhārī... jay jay 1

Bāḷpaṇmā dīkshā līdhī, Vihārīlālne man bhāvī;

Bhagatjīne rājī kariyā, sevā karīne shir nāmī;

 Paṇ pote chhe anādi mukta, Akshardhāmnā vāsī... jay jay 2

Swāmī Guṇātīt anādi Akshar, Shrīhari ek Sahajānandjī;

Brahmā ane Parabrahma taṇī e, yugal upāsanā pragaṭāvī;

 Moksha taṇo e ādesh arpyo, lākhone hitkārī... jay jay 3

Bochāsaṇ Sārangpur Gonḍal, Atlādrā mahāmandiro karī;

Akshar Purushottam padhrāvī, jagmā jay jaykār karī;

 Jan kalyāṇe vichare āje, akhanḍ Shrījīne dhārī... jay jay 4

Je koī jan ā Swāmījīnī, sevā karshe shir nāmī;

Bhavsāgar saheje tarī jāshe, Akshardhāmmā sukhkārī;

 Swāmī hamārā dayānā sāgar, bhakto taṇā bhayhārī... jay jay 5

Vruddh chhatā paṇ dinrāt vichare, deh taṇī parvā na jari;

Bhaktone akshay sukh arpe, moksha taṇā adhikārī karī;

 Jugjug jīvo Swāmī hamārā, yāche Rasik shirnāmī... jay jay 6

Jaydeep Swadia

loading