કીર્તન મુક્તાવલી

આજ સ્વામી ગુણાતીતાનંદમાં રે

૧-૯૨૦: અખંડાનંદ મુનિ

Category: ગુણાતીતાનંદ સ્વામીનાં પદો

સાખી

સર્વોપરી ગુરુ આપણા, સર્વોપરી એની વાત;

સર્વોપરી ધામ શ્રીજીનું, અક્ષરબ્રહ્મ સાક્ષાત ꠶ ૧

સંપૂર્ણ મહિમા શ્રીજીનો, પતિવ્રતાની ટેક,

પેખો સંતો પાંચસો, (પણ) ગુણાતીત તો એક ꠶ ૨

આજ સ્વામી ગુણાતીતાનંદમાં રે,

 મુને મળિયા રે પ્રભુ પ્રગટ પ્રમાણ... ꠶ટેક

મૂળ અક્ષર મૂરતિમાન જે રે,

 એવા સ્વામી ગુણાતીતાનંદ સુજાણ;

આજ મોક્ષના મેહ વરસાવિયા રે,

 એની કરુણાના શિયા કરું વખાણ... ૧

એક કલ્યાણનું આજ ક્યાં રહ્યું રે,

 સ્વામી મળતાં રે થયાં કોટિ કલ્યાણ;

આજ સુખના સિંધુ ઊલટ્યા રે,

 સર્વે મટી રે મારા મનની તાણ... ૨

ગુણાતીત સ્વામીના સ્વરૂપમાં રે,

 સદા રહ્યા રે સહજાનંદ સાક્ષાત;

સ્વામી પૂરણબ્રહ્મ પ્રકાશિયા રે,

 સર્વે જનને રે દેવા સુખ આ વાર... ૩

આજ આનંદ ઓઘ વળી રહ્યા રે,

 થઈ રહ્યો રે મારે જય જયકાર;

એવા સ્વામી મળ્યે મળ્યા શ્રી હરિ રે,

 મુનિ અખંડાનંદ કહે મહિમા અપાર... ૪

Āj Swāmī Guṇātītānandmā re

1-920: Akhandanand Muni

Category: Gunatitanand Swami

Sākhī

Sarvoparī guru āpṇā, sarvoparī enī vāt;

Sarvoparī Dhām Shrījīnu, Aksharabrahma sākshāt. 1

Sampūrṇa mahimā Shrījīno, pativratānī,

Pekho santo pānchso, (pan) Guṇātīt to ek. 2

Āj Swāmī Guṇātītānandmā re,

 Mune maḷīyā re Prabhu pragaṭ pramaṇ...

Mūḷ Akshar mūrtimān je re,

 Evā Swāmī Guṇātītānand sujāṇ;

Āj mokshanā meh varsāviyā re,

 Enī karuṇānā shīyā karu vakhāṇ... 1

Ek kalyāṇnu āj kyā rahyu re,

 Swāmī maḷtā re thayā koṭi kalyāṇ;

Āj sukhnā sindhu ūlaṭyā re,

 Sarve maṭī re marā mannī tāṇ... 2

Guṇātīt Swāmīnā swarūpmā re,

 Sadā rahyā re Sahajānand sākshāt;

Swāmī pūraṇbrahma prakāshiyā re,

 Sarve janne re devā sukh ā vār... 3

Āj ānand ogh vaḷī rahyā re,

 Thaī rahyo re māre jay jaykār;

Evā Swāmī maḷye maḷyā Shrī Hari re,

 Muni Akhanḍānand kahe mahimā apār... 4

loading