કીર્તન મુક્તાવલી
સ્વામી મંદિરિયામાં મીઠું મીઠું બોલે
૧-૮૭૭: દેવેન્દ્ર પટેલ
Category: બાળ કીર્તનો
સ્વામી મંદિરિયામાં મીઠું મીઠું બોલે,
દર્શન પામીને મન અમારું ડોલે... ꠶ટેક
ભગવી શોભે પાઘ અને ભગવી ઓઢે શાલ;
ભગવી પહેરી ધોતી ચાલે ચટકંતી ચાલ... સ્વામી꠶ ૧
બાળકોની વચ્ચે સ્વામી, તાળી વગાડી ગાય;
ધૂન ગાય, કીર્તન ગાય, પરસાદી પણ ખાય... સ્વામી꠶ ૨
વાર્તા કહે મિઠ્ઠી મિઠ્ઠી પટપટાવે આંખો;
સ્વામી પાસે દોડીએ અમે પગમાં ફૂટે પાંખો... સ્વામી꠶ ૩
મજા આવે મજા આવે સ્વામી પાસે મજા;
સ્વામીના તો બાળક અમે, જગના છીએ રાજા... સ્વામી꠶ ૪
Swāmī mandiriyāmā mīṭhu mīṭhu bole
1-877: Devendra Patel
Category: Bal Kirtan
Swāmī mandiriyāmā mīṭhu mīṭhu bole,
Darshan pāmīne man amaru ḍole...
Bhagvī shobhe pāgh ane bhagvī oḍhe shāl;
Bhagvī paherī dhotī chāle chaṭkantī chāl... Swāmī 1
Bāḷakonī vachche Swāmī, tāḷī vagāḍī gāy;
Dhun gāy, Kīrtan gāy, parsādī paṇ khāy... Swāmī 2
Vārtā kahe mitthī mitthī paṭpaṭāve ānkho;
Swāmī pāse doḍīe ame pagmā fūṭe pānkho... Swāmī 3
Majā āve majā āve Swāmī pāse majā;
Swāmīnā to bāḷak ame, jagnā chhīe rājā... Swāmī 4