કીર્તન મુક્તાવલી

જાવું જરૂર મરી મેલીને સર્વે જાવું જરૂર મરી

૧-૮૩૭: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: પ્રકીર્ણ પદો

પદ - ૩

 જાવું જરૂર મરી, મેલીને સર્વે જાવું જરૂર મરી... ꠶ટેક

રાત દિવસ રળ્યો ધનને કાજે, સમર્યા નહિ ઘડીયે હરિ... મેલીને꠶ ૧

મેડી મંદિર માલ ખજીના, સંપત રહેશે ધરી... મેલીને꠶ ૨

સગાં સંબંધી સહુ જોઈ રહેશે, કેનું ન ચાલે જરી... મેલીને꠶ ૩

નિષ્કુળાનંદ કહે જોને વિચારી, રહે નહિ દેહ ઘરી... મેલીને꠶ ૪

પરી

Jāvu jarūr marī melīne sarve jāvu jarūr marī

1-837: Sadguru Nishkulanand Swami

Category: Prakirna Pad

Pad - 3

Jāvu jarūr marī, melīne sarve jāvu jarūr marī... °ṭek

Rāt divas raḷyo dhanne kāje, samaryā nahi ghaḍīe Hari... Melīne° 1

Meḍī mandir māl khajīnā, sampat raheshe dharī... Melīne° 2

Sagān sambandhī sahu joī raheshe, kenu na chāle jarī... Melīne° 3

Niṣhkuḷānand kahe jone vichārī, rahe nahi deh gharī... Melīne° 4

parī

loading