કીર્તન મુક્તાવલી

મારે મંદિરે પધારો માવા રે

૧-૮૦૧: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: લીલાનાં પદો

મારે મંદિરે પધારો માવા રે... મારે꠶ ટેક

મેં તો ખાંતે ઢાળી વ્હાલા ખાટલડી,

 ઊભી જોઉ છું તારી વાટલડી... મારે꠶ ૧

મારું તન મન ધન એક સાથે,

 હું તો મોહન વારું લઈ તમ માથે... મારે꠶ ૨

મારે ભવના ફેરા નથી ફરવા,

 મેં તો તનડું ધર્યું છે તમને વરવા... મારે꠶ ૩

હઠ મેલોને કુંવર હઠીલા,

 બ્રહ્માનંદના નાથ રંગીલા રે... મારે꠶ ૪

Māre mandire padhāro māvā re

1-801: Sadguru Brahmanand Swami

Category: Leelana Pad

Māre mandire padhāro māvā re...

Me to khānte ḍhāḷī vhālā khāṭalḍī,

 Ubhī jou chhu tārī vāṭalḍī... māre 1

Maru tan man dhan ek sāthe,

 Hu to Mohan vārū laī tam mathe... māre 2

Māre bhavnā ferā nathī farvā,

 Me to tanḍu dharyu chhe tamne varvā... māre 3

Hath melone kuvar haṭhīlā,

 Brahmānandnā Nāth rangīlā re... māre 4

loading