કીર્તન મુક્તાવલી
વા’લો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે
૧-૭૬૪: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: લીલાનાં પદો
પદ - ૩
વા’લો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઈ મારે આંગણીએ;
મારું ચિત્તડું ચોરે છે સુખધામ રે, આંખલડીની અણીએ... ꠶ટેક
ઘોડલાં ફેરે ને વા’લો મુજ સામું હેરે,
હાં રે મુને ન્યાલ કીધી આણે ફેરે રે... બાઈ꠶ ૧
ચપળ તુરંગ અતિ વેગે ફરે છે,
હાં રે એ તો ગરુડનો ગર્વ હરે છે રે... બાઈ꠶ ૨
સુર નર મુનિ જન નીરખે છે પ્રીતે,
હાં રે જાણે ચિત્ર આલેખ્યાં છે ભીંતે રે... બાઈ꠶ ૩
રૂડો લાગે છે ખભે ફરકે છે પટકો,
હાં રે રીઝ્યો પ્રેમાનંદ જોઈ લટકો... બાઈ꠶ ૪
Vā’lo ghoḍalā khelāve Ghanshyām re
1-764: Sadguru Premanand Swami
Category: Leelana Pad
Pad - 3
Vā’lo ghoḍalā khelāve Ghanshyām re, bāī māre āngaṇīe;
Māru chittaḍu chore chhe sukhḍhām re, ānkhalḍīnī aṇīe...
Ghoḍlā fere ne vā’lo muj sāmu here,
Hāre mune nyāl kīdhī āṇe fere re... bāī 1
Chapaḷ turang ati vege fare chhe,
Hāre e to garuḍno garv hare chhe re... bāī 2
Sur nar muni jan nīrakhe chhe prīte,
Hā re jāṇe chītra ālekhyā chhe bhīnte re... bāī 3
Rūḍo lāge chhe khabhe farke chhe paṭko,
Hāre rījhyo Premānand joī laṭko re... bāī 4