કીર્તન મુક્તાવલી

પ્રીત કર પ્રીત કર પ્રગટ પરબ્રહ્મ શું

૧-૬૫: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: પ્રભાતિયાં

પદ - ૨

પ્રીત કર પ્રીત કર પ્રગટ પરબ્રહ્મ શું, પરહર અવર પંપાળ પ્રાણી;

પરોક્ષથી ભવ તણો પાર આવે નહિ, વેદ વેદાંત કહે સત્યવાણી ꠶૧

કલ્પતરુ સર્વના સંકલ્પ સત્ય કરે, પાસે જઈ પ્રીતશું સેવે જ્યારે;

તેમ જે પ્રગટ પુરુષોત્તમ પ્રીછશે, થાશે હરિજન તત્કાળ ત્યારે ꠶૨

પ્રગટને ભજી ભજી પાર પામ્યાં ઘણાં, ગીધ ગુનિકા કપિવૃંદ કોટી;

વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી ꠶૩

સ્વામિનારાયણ નામને પરહરી, જાર ભજનાર સર્વે ખ્વાર થાશે;

કહે છે મુક્તાનંદ પ્રગટ ભજ પ્રાણિયા, અઘતણા ઓઘ તત્કાળ જાશે ꠶૪

Prīt kar prīt kar pragaṭ Parabrahma shu

1-65: Sadguru Muktanand Swami

Category: Prabhatiya

Pad - 2

Prīt kar prīt kar pragaṭ Parabrahma shu,

 Parhar avar pampāḷ prāṇī;

Parokshthī bhav taṇo pār āve nahi,

 Veda Vedānt kahe satyavāṇī. 1

Kalpataru sarvanā sankalp satya kare,

 Pāse jai prītshu seve jyāre;

Tem je pragaṭ Purushottam prīchhshe,

 Thāshe harijan tatkāḷ tyāre. 2

Pragaṭne bhajī bhajī pār pāmyā ghaṇā,

 Gīdh gunikā kapivrund koṭī;

Vrajtaṇī nār vyabhichār bhāve tarī,

 Pragaṭ upāsanā sauthī moṭī. 3

Swāminārāyaṇ nāmne parharī,

 Jār bhajnār sarve khvār thāshe;

Kahe chhe Muktānand pragaṭ bhaj prāṇīyā,

 Aghtaṇā ogh tatkāḷ jāshe. 4

loading