કીર્તન મુક્તાવલી
કાળનાં ગડે નગારાં કાળનાં ગડે
૧-૫૩૮: સદ્ગુરુ દેવાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
કાળનાં ગડે નગારાં કાળનાં ગડે,
અગડ ધેં ધેં ધેં ધેં નગારાં કાળનાં ગડે... ꠶ટેક
ઢોલ ને રણતુર વાગે ઝાંઝ ખડેડે,
નેજા ને નિશાન દીસે ફોજું બહુ ફરે... અગડ꠶ ૧
નાળુ ને જંજાળું સર્વે કડે ને ધડે,
આંખ્યો મીંચી બેઠો અંધો મનસૂબા ઘડે... અગડ꠶ ૨
કઠણ વેગે કાળ આવી ઓચિંતો અડે,
જળ થોડામાં જીવ જેમ પૂરો તરફડે... અગડ꠶ ૩
ચેતવું હોય તો ચેતી લેજો બીજું રહ્યું નડે,
દેવાનંદનો નાથ ભજ્યા વિના નરકે જઈ પડે... અગડ꠶ ૪
Kāḷnā gaḍe nagārā kāḷnā gaḍe
1-538: Sadguru Devanand Swami
Category: Updeshna Pad
Kāḷnā gaḍe nagārā kāḷnā gaḍe,
Agaḍ dhe dhe dhe dhe nagārā kāḷnā gaḍe...
Ḍhol ne raṇtur vāge jhānjh khaḍeḍe,
Nejā ne nishān dīse foju bahu fare... agaḍ 1
Nāḷu ne janjāḷu sarve kaḍe ne dhaḍe,
Ānkhyo mīchī betho andho mansūbā ghaḍe... agaḍ 2
Kathaṇ vege kāḷ āvī ochinto aḍe,
Jaḷ thoḍāmā jīva jem pūro tarfaḍe... agaḍ 3
Chetvu hoy to chetī lejo bīju rahyu naḍe,
Devānandnā Nāth bhajyā vinā narke jaī paḍe... agaḍ 4