કીર્તન મુક્તાવલી

કરીએ રાજી ઘનશ્યામ રે સંતો

૧-૪૧૪: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

(ધીરજાખ્યાન પદ: ૧૧)

પદ - ૩

કરીએ રાજી ઘનશ્યામ રે, સંતો કરીએ રાજી ઘનશ્યામ;

તો સરે સરવે કામ રે, સંતો કરીએ રાજી ઘનશ્યામ... ટેક

મરજી જોઈ મહારાજના મનની, એમ રહીએ આઠું જામ;

જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે... સંતો꠶ ૧

તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહીએ હૈયે કરી હામ;

અચળ અડગ રહીએ એક મને, તો પામીએ સુખ વિશ્રામ રે... સંતો꠶ ૨

જુઓ રીત આગેના જનની, પામ્યા વિપત્તિ વિરામ;

જનમ થકી માનો મૂઆ સુધી, ઠરી બેઠા નહિ ઠામ રે... સંતો꠶ ૩

એ તો દો’યલું સો’યલું છે આજ, તજિયે દોય દામ વામ;

નિષ્કુળાનંદ નિઃશંક થઈને, પામિયે હરિનું ધામ રે... સંતો꠶ ૪

Karīe rājī Ghanshyām re santo

1-414: Sadguru Nishkulanand Swami

Category: Updeshna Pad

(Dhīrajākhyān pad: 11)

Pad - 3

Karīe rājī Ghanshyām re,

 santo karīe rājī Ghanshyām;

To sare sarve kām re,

 santo karīe rājī Ghanshyām...

Marjī joī Mahārājnā mannī,

 em rahīe āṭhu jām;

Je na game Jagdīshne jāṇo,

 tenu na pūchhīe nām re... santo 1

Temā kashṭ āve jo kāīk,

 sahīe haiye karī hām;

Achaḷ aḍag rahīe ek mane,

 to pāmīe sukh vishrām re... santo 2

Juo rīt āgenā jannī,

 pāmyā vipatti virām;

Janam thakī māno mūā sudhī,

 ṭharī beṭhā nahi ṭhām re... santo 3

E to do’ylu so’ylu chhe āj,

 tajīye doy dām vām;

Nishkuḷānand nishank thaīne,

 pāmiye Harinu Dhām re... santo 4

loading