કીર્તન મુક્તાવલી

આંખલડીની અણીયેં વેંધ્યા

૧-૩૬૭: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

સાખી

આંખલડી શરદ સરોજ, રસીલા લાલની;

દેખી મનડું પામે મોહ, તિલક છબી ભાલની.

આંખલડીની અણીયેં, વેંધ્યા આંખલડીની અણીયેં... ꠶ટેક

નટવર લાલ રંગીલાનાં નેણાં, બાણ સરીખાં ગણીયેં... વેંધ્યા꠶ ૧

ભીતર ઘાવ લાગો અતિ ભારી, રાત દિવસ કણકણીયેં... વેંધ્યા꠶ ૨

દરદીની વાતું તે દરદીડાં જાણે, બેદરદીને શું ભણીયેં... વેંધ્યા꠶ ૩

બ્રહ્માનંદ કહે એણી પેરે વેંધ્યા, મણિને ભેદે જેમ મણીયેં... વેંધ્યા꠶ ૪

Ānkhalḍīnī aṇīye vendhyā ānkhalḍīnī aṇīye

1-367: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Sākhi

Ānkhalḍī sharad saroj, rasīlā Lālnī;

Dekhī manḍu pāme moh, tilak chhabī bhālnī.

Ānkhalḍīnī aṇīye, vendhyā ānkhalḍīnī aṇīye...

Naṭvar Lāl rangīlānā neṇā,

 bāṇ sarikhā gaṇīye... vendhyā 1

Bhītar ghāv lāgo ati bhārī,

 rāt divas kaṇkaṇīye... vendhyā 2

Dardīnī vātu te dardīdā jāṇe,

 bedardīne shu bhaṇīye... vendhyā 3

Brahmānand kahe eṇī pere vendhyā,

 maṇine bhede jem maṇīye... vendhyā 4

loading