કીર્તન મુક્તાવલી

તારી નવલ છબી નંદલાલ રે

૧-૩૫૭: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

તારી નવલ છબી નંદલાલ રે, પ્રીતમ પ્યારા રે,

હું તો નીરખીને થઈ છું નિહાલ રે, જીવન મારા રે... ꠶ટેક

મુખે બોલો મનોહર વેણ રે, અતિ સુખકારી રે,

મારી લગની લાગી છે દિન રેણ રે, કુંજ વિહારી રે... તારી꠶ ૧

શોભે સોનેરી શિરપાવ રે, કાનમાં મોતી રે,

મારા રસિયા માણીગર માવ રે, હું નિત જોતી રે... તારી꠶ ૨

મારા હૈડામાં નાથ હંમેશ રે, દરશન દેજો રે,

બ્રહ્મમુનિ કહે નટવર વેશ રે, આંખલડીમાં રે’જો રે... તારી꠶ ૩

Tārī naval chhabī Nandlāl re

1-357: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Tārī naval chhabī Nandlāl re, prītam pyārā re,

Hu to nīrakhīne thaī chhu nihāl re, jīvan mārā re...

Mukhe bolo manohar veṇ re, ati sukhkārī re,

Mārī laganī lāgī chhe din reṇ re, kunj vihārī re... tārī 1

Shobhe sonerī shirpāv re, kānmā motī re,

Mārā rasiyā māṇīgar māv re, hu nit jotī re... tārī 2

Mārā haiḍāmā Nāth hammesh re, darshan dejo re,

Brahmamunī kahe naṭvar vesh re, ānkhalḍīmā re’jo re... tārī 3

loading