કીર્તન મુક્તાવલી

આવો રે વા’લા હું તો તમારા મોળીડા પર મોઈ

૧-૩૩૮: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

રાગ: ખમાજ

આવો રે વા’લા હું તો તમારા મોળીડા પર મોઈ રે,

વા’લાજી લાગો છો વા’લા મુને રહી છું જોઈ રે... આવો꠶ ૧

લટકતી ચાલ રૂડી મીઠાં મીઠાં વેણાં રે,

રસિયાજી જોઈને ઠરે છે મારાં નેણાં રે... આવો꠶ ૨

આંખલડી રૂપાળી (વા’લા) મુને કામણિયાં કરે છે રે,

મધુરું (મધુરું) હસવું તે તો પ્રાણને હરે છે રે... આવો꠶ ૩

મંદિરે પધારો મારે શ્યામ પટ ધારી રે,

તન મન ધન લઈને પ્રેમસખી વારી રે... આવો꠶ ૪

Āvo re vā’lā hu to tamārā moḷīḍā par moī

1-338: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Raag(s): Khamãj

Āvo re vā’lā hu to tamārā moḷīḍā par moī re,

 Vā’lājī lāgo chho vā’lā mune rahī chhu joī re... āvo 1

Laṭkatī chāl rūḍī mīṭhā mīṭhā veṇā re,

 Rasiyājī joīne ṭhare chhe mārā neṇā re... āvo 2

Ānkhalḍī rūpāḷī (vā’lā) mune kāmaṇiyā kare chhe re,

 Madhuru (madhuru) hasvu te to prāṇne hare chhe re... āvo 3

Mandire padhāro māre Shyām paṭ dhārī re,

 Tan man dhan laīne Premsakhī vārī re... āvo 4

loading