કીર્તન મુક્તાવલી

મનમોહન રે સુંદર મૂરતિ તમારી

૧-૩૩૦: આચાર્ય વિહારીલાલજી મહારાજ

Category: મૂર્તિનાં પદો

મનમોહન રે, સુંદર મૂરતિ તમારી, છે જીવનદોરી હમારી;

હરખું છું રે, અંતર માંહીં ઉતારી, વાલા સ્નેહ વડે સંભારી... ꠶ટેક

શિર પાઘ પ્રીતમજી પેચાળી, છોગાની છટા રૂપાળી;

તોરે ફૂલ તણે હદ વાળી, નટવરજી રે રીઝું હૃદયમાં ધારી... છે꠶ ૧

મુખડાની રે છબી છે ચંદ્ર સમાન, કરે જોતામાં ગુલતાન;

આંખલડી રે જાણે પદમનું પાન, રંગીલી રૂપ નિધાન,

મુખહાસ્ય કરે હરિ જ્યારે, દીસે દંત દાડમ કળી ત્યારે;

મને મનમાં મોદ વધારે, ભૃકુટી રે કાજુ કામણગારી... છે꠶ ૨

રેશમનો રે રાતો જામો પહેરી, ખભે શેલું ધર્યું સોનેરી;

બની શોભા રે હારની કંઠે ઘણેરી, હરખું છું તેને હેરી,

બાંયે બાજુ જડિયેલ નંગ, હાથે હેમકડાં સોરંગ;

ઉર ઉપજે જોઈ ઉછરંગ, કટિ શેલું રે બાંધ્યું શ્યામ સમારી... છે꠶ ૩

ભરગચ્ચીનો રે સરસ ધર્યો સુરવાળ, તેમાં રેશમ નાડી રસાળ;

પદ ઝાંઝર રે ઝળકે ઝાકઝમાળ, ગતિ જોઈ લાજે મરાળ,

ઊર્ધ્વરેખા ચરણે જોઈ, દુઃખ નાખું સઘળાં ખોઈ;

દાખું ચિત્ત વિષે નિત્ય પ્રોઈ, આવો મળવા રે વેગથી વિશ્વવિહારી... છે꠶ ૪

Manmohan re sundar mūrati tamārī

1-330: Acharya Viharilalji Maharaj

Category: Murtina Pad

Manmohan re, sundar mūrti tamārī,

 Chhe jīvandorī hamārī;

Harkhu chhu re, antar māhī utārī,

 Vālā sneh vaḍe sambhārī...

Shir pāgh prītamjī pechāḷī,

 Vhhogānī chhaṭā rūpāḷī;

Tore fūl taṇe had vāḷī, Naṭvarjī re,

 Rījhu hradaymā dhārī... chhe 1

Mukhḍānī re chhabī chhe chandra samān,

 Kare jotāmā gultān;

Ānkhalḍī re jāṇe padamnu pān,

 Rangīlī rūp nidhān,

Mukhhāsya kare Hari jyāre,

 Dīse dant dāḍam kaḷī tyāre;

Mane manmā mod vadhāre,

 Bhrukuṭi re kāju kāmaṇgārī... chhe 2

Reshamno re rāto jāmo paherī,

 Khabhe shelu dharyu sonerī;

Banī shobhā re hārnī kanṭhe ghaṇerī,

 Harkhu chhu tene herī,

Bāye bājū jaḍiyel nang,

 Hāthe hemkaḍā sorang;

Ur upje joī uchharang, kaṭi shelu re,

 Bāndhyu Shyām samārī... chhe 3

Bhargachchino re saras dharyo survāḷ,

 Temā resham nāḍī rasāḷ;

Pad jhānjhar re jhaḷke jhākjhamāḷ,

 Gati joī lāje marāḷ,

Ūrdhvarekhā charaṇ joī,

 Dukh nākhu saghḷā khoī;

Dākhu chitt vishe nitya proī,

 Āvo maḷvā re vegthī Vishvavihārī... chhe 4

loading