કીર્તન મુક્તાવલી

એ ચરણના રે ભોગી

૧-૩૧૮: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૫

એ ચરણના રે ભોગી, શિવ સનકાદિક શુક જેવા જોગી;

મનમાં વિચારે રે પ્રીતે, તેણે કરી કામાદિક રિપુ જીતે-૧

ધ્યામનાં નખમણિ રે દેખે, ઝીણી આંગળિયુંની રેખે;

જોઈ ચિહ્ન જમણે રે અંગૂઠે, બીજે નવ રાચે ભામે જૂઠે-૨

ઋષિગણ પૂજે રે આનંદે, ભવ બ્રહ્માદિક નિત્ય ઊઠી વંદે;

શેષ સંભારે રે મનમાં, પૂજે ગોવાળ વૃંદાવનમાં-૩

કુચ ને કુમકુમ રે સમારી, ઉર પર રાખે વ્રજની નારી;

ઉપનિષદનો રે સાર, પ્રેમસખી કરી રાખે ઉર હાર-૪

E charaṇnā re bhogī

1-318: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Pad - 5

E charaṇnā re bhogī, Shīv Sanakādik Shuk jevā jogī;

Manmā vichāre re prīte, teṇe karī kāmādik ripu jīte. 1

Dhyānmā nakhmaṇi re dekhe, jhīṇī āngaḷiyunī rekhe;

Joī chihna jamṇe re angūṭhe, bīje nav rāche bhāme jūṭhe. 2

Rushigaṇ pūje re ānande, bhav Brahmādik nitya ūṭhī vande;

Shesh sambhāre re manmā, pūje govāḷ Vrundāvanmā. 3

Kuch ne kumkum re samārī, ur par rākhe Vrajnī nārī;

Upanishadno re sār, Premsakhī karī rākhe ur hār. 4

loading