કીર્તન મુક્તાવલી
હરિને નીરખ્યા રે નેણે
૧-૩૧૫: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
પદ - ૨
હરિને નીરખ્યા રે નેણે, વહાલાને વરણવું સુંદર વેણે;
શ્યામ શરીરે રે શોભે, આજાન બાહુ ચિત્તડાં લોભે-૧
મૂર્તિ ઊંચી રે વખાણું, સવાચોસઠ તસુ પરમાણું;
સુંદર શોભે રે શરીરે, પીત પટ પહેર્યાં છે બળવીરે-૨
ઘેરે સાદે રે ગાજે, સાંભળી મેઘ નગારાં લાજે;
હસતાં આવે રે પાસે, કેસર સરખો સુગંધ શ્વાસે-૩
કૌતુહલના રે ભરિયા, જોગ કળાના પૂરણ દરિયા;
બ્રહ્મ વિદ્યાના રે સ્વામી, આવા રૂડા પ્રેમસખી વર પામી-૪
Harine nīrakhyā re neṇe
1-315: Sadguru Premanand Swami
Category: Murtina Pad
Pad - 2
Harine nīrakhyā re neṇe, vahālāne varaṇvu sundar veṇe;
Shyām sharīre re shobhe, ājān bāhu chittḍā lobhe. 1
Mūrti ūnchī re vakhāṇu, savāchosaṭh tasu parmāṇu;
Sundar shobhe re sharīre, pīt paṭ paheryā chhe baḷvīre. 2
Ghere sāde re gāje, sāmbhaḷī megh nagārā lāje;
Hastā āve re pāse, kesar sarkho sugandh shvāse. 3
Kautuhalnā re bhariyā, jog kaḷānā pūraṇ dariyā;
Brahma vidyānā re Swāmī, āvā rūḍā Premsakhī var pāmī. 4