કીર્તન મુક્તાવલી

વા’લા મારી શુધ બુધ તેં હરી લીધી રે

૧-૨૯૦: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૧

વા’લા મારી શુધ બુધ તેં હરી લીધી રે,

 તારે લટકે વેરાગણ કીધી... વાલા꠶ ટેક

તારી નવલ કલંગી દીઠી રે, મનડામાં લાગે અતિ મીઠી રે;

 જાણે જબર જાદુડાની ચિઠ્ઠી... વાલા꠶ ૧

જોયું મોળીડું આંટે ફરતું રે, પળ એક નથી વિસરતું રે;

 મારું હૈડું ધીરજ નથી ધરતું... વાલા꠶ ૨

ભાલે આડ કેસર કેરી ભાળી રે, રેખું ત્રણ ઊપડતી રૂપાળી રે;

 જાણે મન પકડ્યાની છે જાળી... વાલા꠶ ૩

બંકી ભ્રૂકુટિ ઘણી મન ભાવી રે, બ્રહ્માનંદને વસી ઉર આવી રે;

 જાણે શ્યામ કબાણ ચઢાવી... વાલા꠶ ૪

Vā’lā mārī shudh budh te harī līdhī re

1-290: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Pad - 1

Vā’lā mārī shudh budh te harī līdhī re,

 Tāre laṭke verāgaṇ kīdhī...

Tārī naval kalangī dīthī re,

Manḍāmā lāge ati mīṭhī re;

 Jāṇe jabar jāduḍānī chiṭhṭhī... vālā 1

Joyu moḷīḍu āṭe fartu re,

Paḷ ek nathī visartu re;

 Māru haiḍu dhīraj nathī dhartu... vālā 2

Bhāle āḍ kesar kerī bhāḷī re,

Rekhu traṇ ūpaḍtī rūpāḷī re;

 Jāṇe man pakaḍyānī chhe jāḷi... vālā 3

Bankī bhrūkuti ghaṇī man bhāvī re,

Brahmānandne vasī ur āvī re;

 Jāṇe Shyām kabāṇ chaḍhāvī... vālā 4

loading