કીર્તન મુક્તાવલી

સોનાનાં બોર ઝૂલે નંદકિશોર

૧-૨૨૬: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

જન્માષ્ટમી (શ્રાવણ વદ - ૮)

પદ - ૧

સોનાનાં બોર ઝૂલે નંદકિશોર, પ્યારાને પારણે સોનાનાં બોર ꠶ટેક

હીરા માણેક બહુ જડિયાં પારણિયે,

 કાજુ શોભે છે રૂડી મોતીડાની કોર... પ્યારા꠶ ૧

કોડે ઝુલાવે પ્યારી, કહાન કુંવરને,

 હાથે ગ્રહીને રૂડી હીરલાની દોર... પ્યારા꠶ ૨

કોઈક કા’નાને નેણે સારે કાજળિયું,

 કોઈક બનાવે કસ્તૂરીની ખોર... પ્યારા꠶ ૩

બ્રહ્માનંદ કહે મુખ રસિયા વા’લમનું,

 ગોપી જુએ છે જેમ ચંન્દ્ર ચકોર... પ્યારા꠶ ૪

Sonānā bor jhule Nandkishore

1-226: Sadguru Brahmanand Swami

Category: Utsavna Pad

Janmāṣhṭamī (Shrāvaṇ Vad - 8)

Pad - 1

Sonānā bor jhule Nandkishore, pyārāne pārṇe sonānā bor...

Hirā māṇek bahu jaḍiyā pāraṇiye,

Kāju shobhe chhe rūḍī motīḍānī kor... pyārā 1

Koḍe jhulāve pyārī, kahān kuvarne,

Hāthe grahīne rūḍī hirlānī dor... pyārā 2

Koīk kā’nāne neṇe sāre kājaḷiyu,

Koīk banāve kastūrīnī khor... pyārā 3

Brahmānand kahe mukh rasiyā vā’lamnu,

Gopī jue chhe jem chandra chakor... pyārā 4

loading