કીર્તન મુક્તાવલી

સોનલ સૂરજ ઊગિયો (યશગાથા)

૧-૨૧૨: સાધુ જ્ઞાનેશ્વરદાસ

Category: ઉત્સવનાં પદો

શ્રીજી મહારાજની યશગાથા

દોહા

સોનલ સૂરજ ઊગિયો, સજ્યા ધરાએ સાજ,

સ્વામિનારાયણની, યશગાથા સુણો આજ,

 જય ઘનશ્યામ, જય નીલકંઠ

 જય બોલો સહજાનંદની...

સકલ વ્યોમમાં ગૂંજે આજે યશગાથા મહારાજની,

 જય સ્વામિનારાયણની

 જય સ્વામી સહજાનંદની... ટેક

શુભ સંવત એ અઢારસો ને સાડત્રીસના વર્ષે,

ચૈત્ર માસની સુદ નવમીએ, દેવો નાચે હર્ષે,

 જય સરવાર, જય સરયૂનીર

 જય બોલો છપૈયા ધામની... ૧

પૂર્વ દેશની પુણ્યવાટિકે, ધર્મફૂલ જે ખીલ્યું,

તેની મહેંકે સકલ જગત પણ, આજ જુઓ મહેંક્યું,

 જય ધર્મદેવ, જય ભક્તિમાત

 જય બોલો શ્રી ઘનશ્યામની... ૨

મુક્ત અને મુજધામ ગુણાતીત, જુએ રાહ પશ્ચિમ દેશે,

એ સંકલ્પે ગૃહ ત્યજીને, નીસર્યા વર્ણીવેશે,

 એ ધર્મધજાશી જટા ધારી,

 જય બોલો વર્ણીરાજની... ૩

બટુકવેશે બાળા જોગી, શીત ઉષ્ણને સહતા,

વન વન વિચરી હિમગિરિમાં, યોગ સિદ્ધ એ કરતા,

 નમ્યા યોગી, સિદ્ધો સર્વે

 જય નીલકંઠ મહારાજની... ૪

સકલ તીરથને પાવન કરતાં, સાત વર્ષ વનમાં વિચરી,

રામાનંદના મઠમાં વસિયા, નવીન આભા ત્યાં પ્રસરી,

 ધન્ય લોજ ધામ, ધન્ય ગુજરાત

 જય બોલો સરજૂદાસની... ૫

ભીંતતણું ત્યાં છિદ્ર પુરાવી, શુદ્ધિ ધર્મની કીધી,

નરનારીની જુદી સભાથી, ભક્તિ નિર્મળ કીધી,

 જય શુદ્ધ ધર્મભક્તિદાતા

 જય બ્રહ્મચર્ય પ્રતિપાળની... ૬

પીપલાણામાં દીક્ષા આપી સ્વામી રામાનંદે,

જેતપુરે એ ધર્મકુંવરને, ધુરા સોંપી આનંદે,

 જય સહજાનંદ, જય નારાયણમુનિ

 જય સ્વામિનારાયણની... ૭

ભક્ત દુઃખે થાય કોટિ વીંછીનું, દુઃખ મને રોમે રોમે,

તુજ ભક્તો સૌ અન્ન-વસ્ત્રનું, દુઃખ કદીયે ના પામે,

 નિજ ગુરુ સમીપે બે વર માગ્યા

 જય હો કરુણાધામની... ૮

કૃષ્ણભક્ત શ્રીકૃષ્ણ દેખે, શિવ-ભક્ત શંકરને,

જૈનો સહુ તીર્થંકર દેખે, મુસ્લિમ પયગંબરને,

 કરાવી દિવ્ય સમાધિ એ

 જય પૂર્ણ પુરુષોત્તમની... ૯

સૂર્યમંડળે શોભે સૂર્ય, ચંદ્રમંડળે શોભે ચંદ,

સ્ત્રીધન ત્યાગી સંતમંડળે, શોભે સ્વામી સહજાનંદ,

 કીધા કાલવાણીએ એક રાત્રિએ,

 પરમહંસો પાંચસો... ૧૦

યોગસિદ્ધ ગોપાળાનંદ ને, પ્રેમી ભક્ત પ્રેમાનંદ,

બૃહદ્ વૈરાગી નિષ્કુળાનંદ, વિદ્‍વદ્‍વર્ય નિત્યાનંદ,

 જય મુક્તાનંદ, જય બ્રહ્માનંદ

 જય ગુણાતીતાનંદની... ૧૧

નિર્લોભી નિઃસ્વાદી સાથે, નિઃસ્નેહી ને નિષ્કામી,

નિર્માની એ પંચવ્રતોથી, ત્યાગીઓ શોભા પામી,

 બહુ જનને પાવન કીધા

 જય સહજાનંદી સંતની... ૧૨

દોહા

પ્રેમબંધને વિષય વહેમના, છોડવ્યા છે રાગ,

દારૂ માટી ચોરી અવેરી, તેહ કરાવ્યાં ત્યાગ,

 જય સદાચારના પ્રેરકની

 જય ધર્મતણા શિરતાજની... ૧૩

જન્મ થતાં દૂધ પીતી થાતી, બાળાઓ સૌ કરમાતી,

સતી પ્રથાની જ્વાળાઓમાં અરે અરે વિધવા બળતી,

 એ અબળાઓને ઉગારી

 જય બોલો તારણહારની... ૧૪

રચી દેવાલય અલગ સ્ત્રીઓનાં, સ્ત્રી ઉપદેષ્ટા કીધી,

જ્ઞાન ભક્તિના સદ્‍ગુણોથી, ગૃહલક્ષ્મી સૌ દીપી,

(વિધવા નારીને જગત્પતિની, ભક્તિ અવિચળ દીધી)

 જય જીવુબા જય લાડુબા,

 જય બોલો વનિતા ત્રાતની... ૧૫

રસના વશ થઈ માંસ ખાવાને, ભૂદેવો લલચાતા,

કરી શ્રુતિના વિરુદ્ધ અર્થો, હિંસક યજ્ઞો કરતા,

 સત્યાર્થ જણાવી વેદોના

 જય અહિંસ યજ્ઞકારની... ૧૬

તખો પગી ને મૂળજી લવાણો, જોબન મહા લૂંટારો,

અંધારે અટવાતી એવી, કરાળ કાંટાળી કોમો,

 નિજ અમીવૃષ્ટિથી સંસ્કાર્યા

 જય અધમોદ્ધારક નાથની... ૧૭

રાત દિવસના પુણ્ય-પ્રવાસે ધરા ધર્મથી ભીંજી,

રંગોત્સવના ભક્તિરંગે, હૈયે નિર્મળી સિંચી,

 જય ઘેલા નદી, જય ગોમતી

 જય માણકીના અસવારની... ૧૮

શિક્ષાપત્રીના માર્ગદીપકો, અટવાતાને પાર કરે,

વચનામૃતનાં સરળ બિંદુઓ બદ્ધજનોને મુક્ત કરે,

 પરાવાણીનો દિવ્ય ગ્રંથ (આ)

 જય દાદાના દરબારની... ૧૯

રચી મંદિરો ગગન ચૂમતાં, મૂર્તીમાન કીધી ભક્તિ,

કથા કીરતન પૂજા આરતી, એમાં નિત્યે ઝગમગતી,

 જય વડતાલ, જય અમદાવાદ

 જય બોલો ગઢડા ધામની... ૨૦

દોહો

અક્ષરબ્રહ્મના દિવ્યસંબંધે, બ્રહ્મભાવને પામી,

પરબ્રહ્મના ચરણકમળની, ઉપાસના સૌએ કરવી,

 સકલ જ્ઞાનનો સાર આ

 જય અક્ષરપુરુષોત્તમની... ૨૧

ગુણાતીતાનંદ ધામ અમારું, અખંડ રહ્યો હું એમાં,

એની સેવા મારી જ સેવા, ફેર ન જાણો તેમાં,

 બ્રહ્મભાવને પામવા

 જય બોલો ગુણાતીતની... ૨૨

ભક્ત પ્રાગજી શાસ્ત્રીજી ને, યોગીજી ગુણવંત કહો,

બ્રહ્મસ્વરૂપ આ સંતો દ્વારા, શ્રીજી રહ્યા જીવંત અહો,

 ધારક શ્રીજીના આજે,

 જય પ્રમુખસ્વામી મહારાજની... ૨૩

સહજાનંદી ધર્મરથ આ, ગામ ગામ જુઓ વિચરે,

નવખંડ ધરાના ખૂણે ખૂણે, વિજયપતાકા લહેરે,

 આજે આનંદે બોલો

 જય સ્વામિનારાયણની... ૨૪

Sonal sūraj ūgiyo (Yashgāthā)

1-212: Sadhu Gnaneshwardas

Category: Utsavna Pad

Shrījī Maharajnī Yashgāthā

Sonal sūraj ūgiyo, sajyā dharāe sāj,

Swāminārāyaṇnī, yashgāthā suṇo āj,

Jay Ghanshyām, jay Nīlkanth, Jay bolo Sahajānandnī,

Sakal vyommā gūnje āje yashgāthā Mahārājnī,

  Jay Swāminārāyaṇnī,

  Jay Swāmī Sahajānandnī...

Shubh Samvat e aḍhārso ne sāḍatrīsnā varshe,

Chaitra māsnī sud navmīe, devo nāche harshe,

Jay sarvār, jay saryūnīr

  Jay bolo Chhapaiyā dhāmnī... 1

Pūrva deshnī puṇyavāṭike, dharmafūl je khīlyu,

Tenī maheke sakal jagat paṇ, āj juo mahekyu,

Jay Dharmadev, jay Bhaktimāt,

  Jay bolo Shrī Ghanshyāmnī... 2

Mukta ane mujdhām Guṇātīt, jue rāh paschim deshe,

E sankalpe gruh tyajīne, nīsaryā varṇīveshe,

  E dharmadhajāshī jatā dhārī,

  Jay bolo Varṇīrājnī... 3

Baṭukveshe bāḷā jogī, shīt ushṇa ne sahatā,

Van van vicharī Himgirimā, Yoga siddh e kartā,

  Namyā Yogī, siddho sarve,

  Jay Nīlkanth Mahārājnī... 4

Sakal tīrthne pāvan kartā, sāt varsh vanmā vicharī,

Rāmānandnā maṭhmā vasiyā, navīn ābhā tyā prasarī,

  Dhanya Loj dhām, dhanya Gujarāt,

  Jay bolo Sarjūdāsnī... 5

Bhīnt taṇu tyā chhidra pūrāvī, shudḍhī dharmanī kīdhī,

Narnārīnī judī sabhāthī, bhakti nīrmaḷ kīdhī,

  Jay shuddh dharmabhaktidātā,

  Jay brahmacharya pratipāḷnī... 6

Piplāṇāmā dīkshā āpī Swāmī Rāmānande,

Jetpure e Dharmakuvarne, dhurā sopī ānande,

  Jay Sahajānand, jay Nārāyaṇmuni,

  Jay Swāminārāyaṇnī... 7

Bhakta dukhe thāy koṭi vīnchhīnu, dukh mane rome rome,

Tuj bhakto sau anna-vastranu, dukh kadīye nā pāme,

  Nij guru samīpe be var māgyā,

  Jay ho karuṇādhāmnī... 8

Krishṇa bhakta Shrī Krishṇa dekhe, Shīv bhakta Shankarne,

Jaino sahu Tirthankar dekhe, Muslīm Paygambarne,

  Karāvī divya samādhi e,

  Jay pūrṇa Purushottamnī... 9

Suryamanḍaḷe shobhe surya, chandramanḍaḷe shobhe chand,

Strīdhan tyāgī santmanḍaḷe, shobhe Swāmī Sahajānand,

  Kīdhā Kālvāṇīe ek rātrie,

  Paramhanso pānchaso... 10

Yogsiddh Gopālānand ne, premī bhakta Premānand,

Bruhad vairāgī Nishkuḷānand, vidvadvarya Nityānand,

  Jay Muktānand, jay Brahmānand,

  Jay Guṇātītānandnī... 11

Nirlobhī nisvādī sāthe, nisnehī ne nishkāmī,

Nirmānī e panchvratothī, tyāgīo shobhā pāmī,

  Bahu janne pāvan kīdhā,

  Jay Sahajānandī santnī... 12

Prembandhane vishāy vahemnā, chhoḍāvyā chhe rāg,

Dāru māṭi chorī averī, teh karāvyā tyāg,

  Jay sadāchārnā preraknī,

  Jay Dharmataṇā shirtājnī... 13

Janma thatā dūdh pītī thātī, bāḷāo sau karmātī,

Satī prathānī jvālāomā are are vidhvā baḷtī,

  E abaḷāone ugārī,

  Jay bolo tāraṇhārnī... 14

Rachī devālay alag strīonā, strī updeshtā kīdhī,

Gnān bhaktinā sadguṇothī, gruhlakshmi sau dīpī,

(vidhvā nārīne jagatpatinī, bhakti avichaḷ dīdhī.)

  Jay Jīvubā jay Lāḍubā,

  Jay bolo vanītā trātnī... 15

Rasnā vash thaī māns khāvāne, bhudevo lalchātā,

Karī shrutinā viruddh artho, himsak yagno kartā,

  Satyārth janāvī Vedonā,

  Jay ahimsa yagnakārnī... 16

Takho Pagī ne Mūḷjī Lavāṇo, Joban mahā lūṭāro,

Andhāre aṭvāti evi, karāḷ kānṭāḷī komo,

  Nij amīvrushtīthī sanskāryā,

  Jay adhamoddhārak Nāthnī... 17

Rāt divasnā puṇya-pravāse dharā dharmathī bhīnjī,

Rangotsavnā bhaktirange, haiye nīrmaḷī sinchī,

  Jay Gheḷā nadī, jay Gomtī,

  Jay Māṇkīnā asvārnī... 18

Shikshāpatrīnā mārgdīpako, aṭvātāne pār kare,

Vachanāmrutnā saraḷ binduo baddhjanone mukta kare,

  Parāvāṇīno divya granth (ā),

  Jay Dādānā darbārnī... 19

Rachī mandiro gagan chumtā, mūrtimān kīḍhī bhakti,

Kathā Kīrtan pūjā ārtī, emā nitye jhagmagtī,

  Jay Vadtāl, jay Amdāvād,

  Jay bolo Gaḍhaḍā dhāmnī... 20

Aksharbrahmnā divyasambandhe, brahmabhāvne pāmī,

Parbrahmanā charaṇkamaḷni, upāsanā saue karvī,

  Sakal gnānno sār ā,

  Jay Akshar Purushottamnī... 21

Guṇātītānand dhām amāru, akhanḍ rahyo hu emā,

Enī sevā mārī ja sevā, fer na jāṇo temā,

  Brahmabhāvne pāmvā,

  Jay bolo Guṇātītnī... 22

Bhakta Prāgjī Shāstrījī ne, Yogījī guṇvant kaho,

Brahmaswarūp ā santo dvārā, Shrījī rahyā jīvant aho,

  Dhārak Shrījinā āje,

  Jay Pramukh Swāmī Mahārājnī... 23

Sahajānandī dharmarath ā, gām gām juo vichare,

Navkhanḍ dharānā khuṇe khuṇe, vijaypatākā lahere,

  Āje ānande bolo,

  Jay Swāminārāyaṇnī... 24

loading