કીર્તન મુક્તાવલી

જે સ્વામિનારાયણ નામ લેશે

૧-૧૫૬: અજાણ્ય

Category: નિત્યવિધિ - નામ મહિમા

શ્રી સ્વામિનારાયણ નામનો મહિમા

જે સ્વામિનારાયણ નામ લેશે, તેનાં બધાં પાતક બાળી દેશે;

છે નામ મારાં શ્રુતિમાં અનેક, સર્વોપરી આ જ ગણાય એક꠶ ૧

જો સ્વામિનારાયણ એક વાર, રટે બીજાં નામ રટ્યાં હજાર;

જપ્યા થકી જે ફળ થાય તેનું, કરી શકે વર્ણન કોણ એનું꠶ ૨

ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ;

સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે꠶ ૩

ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ;

જ્યાં જ્યાં મહા મુક્તજનો વસાય, આ કાળમાં તો જપ એ જ થાય꠶ ૪

જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ જાય;

તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે꠶ ૫

તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમ નાસી જાય;

શ્રી સ્વામિનારાયણ જે કહેશે, ભાવે કુભાવે પણ મુક્તિ લેશે꠶ ૬

ષડક્ષરો છે ષટ શાસ્ત્રસાર, તે તો ઉતારે ભવસિંધુ પાર;

છયે ૠતુમાં દિવસે નિશાયે, સર્વે ક્રિયામાં સમરો સદાયે꠶ ૭

પવિત્ર દેહે અપવિત્ર દેહે, આ નામ નિત્યે સ્મરવું સનેહે;

જળે કરીને તનમેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય꠶ ૮

જેણે મહાપાપ કર્યાં અનંત, જેને પીડ્યા બ્રહ્મણ ધેનું સંત;

તે સ્વામિનારાયણ નામ લેતાં, લાજી મરે છે મુખથી કહેતાં꠶ ૯

શ્રી સ્વામિનારાયણ નામ સાર, છે પાપને તે પ્રજળાવનાર;

પાપી ઘણું અંતર હોય જેનું, બળ્યા વિના કેમ રહે જ તેનું꠶ ૧૦

(શ્રી હરિલીલામૃત ૫/૩/૪૫ થી ૫૪)

Je Swāminārāyaṇ nām leshe

1-156: unknown

Category: Nityavidhi - Nam Mahima

SHRĪ SWĀMINĀRĀYAṆ NĀMNO MAHIMĀ

Je Swāminārāyaṇ nām leshe, tenā badhā pātak bāḷī deshe;

Chhe nām mārā shrutimā anek, sarvoparī ā ja ganāy ek. 1

Jo Swāminārāyaṇ ek vār, rate bijā nām ratyā hajār;

Japyā thakī je faḷ thāy tenu, karī shake varṇan koṇ enu. 2

Shāḍaksharī mantra mahāsamarth, jethī thashe siddha samast arth;

Sukhī kare sankat sarva kāpe, ante vaḷī Akshardhām āpe. 3

Gāyatrīthī laksh gano vishesh, jāṇe ja jeno mahimā Mahesh;

Jyā jyā mahā muktajano vasāy, ā kāḷmā to jap e ja thāy. 4

Jo antkāḷe shravaṇe suṇāy, pāpī ghaṇo te paṇ moksha jāy;

Te mantrathī bhūt pishāch bhāge, te mantrathī to sadbuddhi jāge. 5

Te mantra jenā mukhthī japāy, tenā thakī to jam nāsi jāy;

Shrī Swāminārāyaṇ je kaheshe, bhāve kubhāve paṇ mukti leshe. 6

Shaḍaksharo chhe shaṭ shāstrasār, te to utāre bhavsindhu pār;

Chhaye rutumā divase nishāye, sarve kriyāmā samaro sadāye. 7

Pavitra dehe apavitra dehe, ā nām nitye smaravu sanehe;

Jaḷe karīne tanmel jāy, ā nāmthī antar shuddh thāy. 8

Jeṇe mahāpāp karyā anant, jeṇe pīdyā Brāhmaṇ dhenu sant;

Te Swāminārāyaṇ nām letā, lājī mare chhe mukhthī kahetā. 9

Shrī Swāminārāyaṇ nām sār, chhe pāpne te prajaḷāvnār;

Pāpī ghaṇu antar hoy jenu, baḷyā viṇā kem rahe ja tenu.10

(Shrī Harilīlāmarut 5/3/45-54)

loading